જૂનાગઢ — જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાના સીધા માર્ગદર્શન હેઠળ, જુનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આ અભિયાનના ભાગરૂપે, ક્રાઇમ બ્રાન્ચ, જુનાગઢના પો. ઇન્સ્પેક્ટર જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પો. સબ ઇન્સ્પેક્ટર પી.કે. ગઢવી, પો. હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઈ બાબરીયા, ભરતભાઈ ઢોલા, જાદવભાઈ સુવા તથા ડ્રાઇવર હેડ કોન્સ્ટેબલ બાબુભાઈ કોડીયાતરે મહત્વપૂર્ણ કામગીરી અંજામ આપી.
તપાસ દરમ્યાન ખાનગી સૂત્રો તથા ટેકનિકલ માહિતીના આધારે ખબર મળી કે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના ગુ. ર. નં. ૧૧૨૦૩૦૨૫૨૪૦૧૨૯/૨૦૨૪ (પ્રોહી કલમ ૬૫(એ)(ઇ), ૯૮(૨), ૮૧, ૮૩, ૧૧૬(બી) હેઠળ નોંધાયેલ કેસ)માં એક વર્ષથી નાસતો ફરતો આરોપી અર્જુનરામ ઉર્ફે અરવિંદ મારવાડી રાજારામ દેવાસી (ઉંમર ૩૯, રહે. ખસરવી, તા. સાંચોર, જી. જાલોર, રાજસ્થાન) હાલમાં રાજસ્થાનના સાંચોર ખાતે હાજર છે.
માહિતી મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીને સાંચોરમાંથી પકડી પાડ્યો અને જુનાગઢ ખાતે લાવી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ