રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે વંથલીના ધંધુસર ગામે લોકોને હર ઘર તિરંગા અભિયાન માં સહભાગી થવા આહવાન કર્યું.

જૂનાગઢ

જૂનાગઢ રાજ્યના કૃષિ અને જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી રાઘવજી ભાઈ પટેલે આજે. વંથલીના ધંધુસર ગામે હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા આહવાન કર્યું હતું આ સાથે મંત્રીશ્રીએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું અને દરેક લોકોને માતાની સ્મૃતિમાં એક વૃક્ષના વાવેતર અને જતન માટે અનુરોધ કર્યો હતો.

ધંધુસર ગામના અમૃત સરોવર ખાતે આયોજિત કાર્યક્રમ માં સંબોધિત કરતા કૃષિ મંત્રી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું કે, નાગરિકોની રાષ્ટ્રભાવના બળવત્તર બને તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે, ત્યારે દરેક નાગરિકો પોતાના ઘર સહિતના સ્થળોએ તિરંગો ફહેરાવી રાષ્ટ્રભાવના ઉજાગર કરે. તેમ જણાવતા મંત્રીશ્રીએ પ્રધાનમંત્રીશ્રીએ અન્ય એક પર્યાવરણલક્ષી કરેલી પહેલ એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષ વાવેતર અને જતન માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, વૃક્ષો ફળ-ફળાદી આપવાની સાથે વરસાદ પણ લાવે છે, કાર્બન ડાયોક્સાઇડ શોષીને પ્રાણવાયુ ઓક્સિજન આપે છે. આમ, વૃક્ષો અનેક રીતે ઉપયોગી છે ત્યારે એક પેડ માં કે નામ અંતર્ગત માતાની સ્મૃતિમાં એક વૃક્ષનું અચૂક વાવેતર કરીએ. તેમ મંત્રીશ્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ અમૃત સરોવરની મુલાકાત કરી હતી અને આ પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના ચેરમેનશ્રીએ શાબ્દિક સ્વાગત સાથે મંત્રીશ્રી સહિતના મહાનુભાવોને આવકાર્યા હતા. અંતમાં સાવજ ડેરીના ચેરમેનશ્રી દિનેશભાઈ ખટારીયાએ આભાર વિધિ કરી હતી. ધંધુસરના ગ્રામજનો-વિદ્યાર્થીઓ એ મંત્રીશ્રીને તિરંગો લહેરાવી આવકાર્યા હતાં.

કાર્યક્રમના પ્રારંભે ધંધુસર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવનાને રાષ્ટ્રભાવનાને દેશ ભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ, શ્રી અરવિંદભાઈ લાડાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નીતિન સાંગવાન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જાડેજા, પ્રાંત અધિકારીશ્રી કનકસિંહ ગોહિલ સહિતના પદાધિકારી-અધિકારી, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)