રાજ્યના કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢ ખાતે ધ્વજ વંદન.

જૂનાગઢ

જૂનાગઢ રાજ્યના કૃષિ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે જૂનાગઢની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કર્યું હતું. આ સાથે તેમણે રાષ્ટ્રધ્વજને સલામી આપી ખુલ્લી જીપમાં પરેડ નિરીક્ષણ કર્યું હતું.મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે સ્વાતંત્ર્ય પર્વે પ્રજાજોગ સંબોધન કરતા નાગરિકોને સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે દેશને આઝાદી અપાવવા બલિદાન આપનાર વીર સ્વાતંત્ર્ય સેનાનીઓનું પુણ્ય સ્મરણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મંત્રીશ્રીએ જિલ્લા કલેકટરશ્રી ને જૂનાગઢ જિલ્લાના વિકાસ કાર્યો માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો.

આન,બાન અને શાન સાથે થયેલી આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિસભર અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર રમતવીરો અને સરકારી સેવામાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્ય હતું.કાર્યક્રમના અંતે મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પોલીસ તાલીમ મહાવિદ્યાલયના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)