રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આવતીકાલે જુનાગઢ જિલ્લાના પ્રવાસે

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આવતીકાલે તા.૧૪ જાન્યુઆરી જુનાગઢ જિલ્લાના પ્રવાસે આવનાર છે. માણાવદર તાલુકાના મરમઠ ગામે બપોરે ૨ વાગ્યાથી શરૂ થનાર જિલ્લા વહીવટી તંત્ર આયોજિત કૃષિ પરિ સંવાદ કાર્યક્રમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપશે. આ કાર્યક્રમ બાદ રાજ્યપાલશ્રી સંભવત જુનાગઢ શહેરના પ્રવાસે આવનાર છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)