સુરત :
સુરતમાં ગણેશજીની મૂર્તિ પર થયેલા પથ્થરમારાથી વાતાવરણ તંગ છે. ત્યારે કાયદા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સાથે સાથે સાયબર સંજીવની કાર્યક્રમમાં હાજરી આપવા માટે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સુરત આવ્યા છે. ત્યારે ગણપતિ પંડાલમાં રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયએ હાજરી આપી હતી. સાથે ગણપતિ બાપ્પાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરી હતી.
ગુજરાતના DGP વિકાસ સહાય સુરતની મુલાકાતે આવ્યા છે. ભટ્ટાર ખાતે આવેલા ઠાકોરજી સેવા મંડપ પર DGP સહિત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહેલોત દ્વારા ગણપતિ બાપ્પાની આરતી કરી હતી. સાયબર સંજીવની કાર્યકમ પણ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ડીજીપીએ નિહાળ્યો હતો.
ભટારમાં ગણપતિ બાપ્પાની આરતી પૂજા અર્ચના કરી મહિધરપુરા દાંળિયા શેરીમાં ગણપતિ બાપ્પાની પૂજા કરી હતી. પરીવાર સાથે ગણેશ પંડાલની મુલાકાત કરવામાં આવી છે. ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરવામાં આવી છે. સાથે એ મેસેજ આપવામાં આવ્યો હતો કે, ઉત્સવમાં કાંકરીચાળો કરનારની ખેર નથી. આગામી સમયમાં ઈદ અને વિસર્જનમાં પણ કંઈ અઘટિત ન થાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)