ગુજરાત સરકારના વિવિધ જનકલ્યાણલક્ષી યોજનાઓ, મહત્વની જાહેરાતો અને વિકાસ કાર્યો અંગેની તાજી માહિતી હવે વોટ્સએપ પર સરળતાથી મળી રહેશે. માહિતી નિયામકની કચેરી દ્વારા હવે GUJARAT INFORMATION નામની વોટ્સએપ ચેનલ કાર્યરત કરવામાં આવી છે.
પ્રાદેશિક માહિતી કચેરી જૂનાગઢ દ્વારા મળતી માહિતી અનુસાર, આ ચેનલ ગુજરાત સરકારના માહિતીસભર પ્રકાશનો, કલ્યાણકારી પ્રવૃત્તિઓ અને વિવિધ વિભાગોની જાહેર જાહેરાતો જનતાને વાજબી અને સચોટ રીતે પહોંચાડશે. મુખ્ય ઉદ્દેશ એ છે કે રાજ્યના નાગરિકોને તેમના હિતની યોજના, વિકાસ યોજના કે જાહેર જનતાને લાભદાયક ઘટનાઓની માહિતી તાત્કાલિક મળે અને તે સરળતાથી વંચાય.
માહિતી નિયામકની કચેરીએ આ સત્તાવાર ચેનલને વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચાડવા અનુરોધ કર્યો છે અને લોકોને આમંત્રિત કર્યા છે કે તેઓ આ વોટ્સએપ ચેનલને ફોલો કરીને વિશ્વસનીય અને સરકાર દ્વારા પ્રમાણિત માહિતી પ્રાપ્ત કરે. ચેનલમાં જોડાવા માટે આ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવી છે: https://whatsapp.com/channel/0029VaTfD2nKwqSbFOGPlm22
આ પ્રકારના કાર્યક્રમો લોકોને માહિતીપ્રદ બનાવવા અને સશક્ત નાગરિક બનાવવામાં એક મજબૂત કડી સાબિત થાય છે.
અહેવાલ:
નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ