વડોદરા
રાજ્ય સરકાર દ્વારા ડભોઇ દર્ભાવતી નાં મેવાસ વિસ્તાર અકોટી ગામે નવીન માધ્યમિક શાળા બનાવા મંજૂરી આપવામાં આવી હોય ડભોઇ દર્ભાવતી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા નાં પ્રયત્નો અને વિસ્તાર માં મેવાસ વિસ્તાર માં શિક્ષણ નું સ્થર ઊંચું લાવવા નાં પ્રયાસ સાથે રાજ્ય સરકાર માં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા માધ્યમિક શાળાને મંજૂરી આપતા આકોટી સહિત આસ પાસ નાં આશરે 25 જેટલા ગામોને શાળાનો લાભ મળશે.
ડભોઇ દર્ભાવતી નાં મેવાસ વિસ્તાર માં આર્થિક રીતે પછાત વર્ગ ની વસ્તી વધુ હોય ત્યારે શિક્ષણ નું સ્થર ઊંચું આવે અને બાળકો માધ્યમિક શિક્ષણ મેળવી શકે તે માટે ડભોઇ છેવાડા નું ગામ અકોટી વિસ્તાર માં માધ્યમિક શાળા ની વ્યાપક માંગ હોય દર્ભાવતી નાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ને રજૂઆત કરતા ધારાસભ્ય નાં પ્રયત્નો પગલે અકોટી ગામને માધ્યમિક શાળાની ભેટ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી જેને લઇ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર નું અભિવાદન કર્યું હતું. આગામી સમય માં શાળા નવનિર્માણ થયા બાદ આં વિસ્તાર નાં આશરે 25 ઉપરાંત ગામના બાળકો ને માધ્યમિક શિક્ષણ મળશે સરકારી માધ્યમિક શાળા ને મંજૂરી મળતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા અકોટી ગ્રામજનો ને પણ શુભેચ્છા પાઠવામાં આવી હતી.
અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)