રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા વર્ચ્યુઅલ ઈ-લોકાર્પણ સાથે બનાસકાંઠા જિલ્લામાં સુશાસન દિવસની ઉજવણી

ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રધ્ધેયશ્રી અટલજીની ૧૦૦મી જન્મ જયંતિ નિમિત્તે આજરોજ અટલજીની દિવ્ય ચેતનાને વંદન કરતા માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુશાસન દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા નિર્મિત ‘મારી યોજના”નું ઈ-લોકાર્પણ સાથે અનેક લોકોપયોગી યોજનાઓનું લોન્ચીંગ કર્યું હતું. વર્ષ ૨૦૧૪થી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સુશાસન દિવસને વધુ લોકોપયોગી બનાવવા તેમણે આહવાન કર્યું હતું.

અમૃતકાળમાં બંધારણની ૭૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે રાજ્યમાં મોટા સંકલ્પ સાથે યોજનાઓને આગળ વધારવાના સંકલ્પ સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યભરમાં સુશાસન દિવસની ઉજવણી કરાઇ હતી. બનાસકાંઠા ઈ.ચા.જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.પી.પટેલની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડ પાલનપુર ખાતે સંકલનના તમામ અધિકારીઓ સાથે સુશાસન દિવસની ઉજવણી કરાઈ હતી. જિલ્લાના વિવિધ અધિકારીઓ ઉપસ્થિતિ રહીને વર્ચ્યુઅલ માધ્યમથી રાજ્યકક્ષાના કાર્યક્રમને નિહાળ્યો હતો.

અહેવાલ :- બ્યુરો, (પાલનપુર)