રાણપુર તાલુકામાં બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અને મદદનીશ ખેતી નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અને યોજનાકીય રીવ્યુ મિટિંગ યોજાઈ.

બોટાદ

હાલ સમગ્ર રાજ્યમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ પ્રેરાય તે માટે રાજ્યપાલશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી દ્વારા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમજ વિવિધ યોજનાકીય સહાય પણ આપવામાં આવી રહી છે.ત્યારે બોટાદ જિલ્લાના રાણપુર તાલુકામાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી બલદાનિયા અને મદદનીશ ખેતી નિયામકશ્રી વાળાના અધ્યક્ષ સ્થાને પ્રાકૃતિક ખેતી તેમજ યોજનાકીય રીવ્યુ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતોને મળતી તમામ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી અને ખેડૂતો આ યોજનાઓથી અવગત છે કે નહિ તે અંગે સમિક્ષા કરવામાં આવી હતી. આ તકે વિવિધ સબસિડી, ખેતીને લગતા ઓજારો અને મશીન, સ્માર્ટ ફોન, ગોડાઉન સહિતની યોજનાકીય સહાય અંગે હાજર અધિકારીશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી

અહેવાલ:- લાલજી ચાવડા (બોટાદ)