ગુજરાત રાજ્યના ગીર સોમનાથ જિલ્લામાં શાળાકીય એસ.જી.એફ.આઈ. ૨૦૨૫-૨૬ અંતર્ગત, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગરના ઉપક્રમે અને રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સહયોગથી રામપરા પ્રાથમિક શાળામાં બહેનોની તાલુકા કક્ષાની એથ્લેટિક સ્પર્ધા યોજાઈ.
મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઈ, જેમાં ૨૫ જેટલી શાળાઓના ૩૫૦ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. રામપરા ગામના બાળકો માટે આ સ્પર્ધા પ્રેરણારૂપ બની, કારણ કે તેઓએ વિવિધ એથ્લેટિક ઈવેન્ટ્સને નિહાળી રમતો અંગે નવી સમજણ મેળવી.
કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક હિતેશભાઈ, ખેલ સહાયક ભરતભાઈ તથા સમગ્ર સ્ટાફે મહેનત કરી. ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નંદાણીયા હરદાસભાઈ, કેળવણી નિરીક્ષક વિરમભાઈ, જિલ્લા સંઘના પ્રમુખ અનિલભાઈ પંપાણીયા, અંબુજા પ્રતિનિધિ ધર્મેન્દ્રભાઈ કોટડીયા, કન્વીનર કવીબહેન, સરપંચ, એસએમસી અધ્યક્ષ, સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ