રામ નવમીના પાવન દિવસે પ્રધાનમંત્રીએ પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, 8,300 કરોડના વિકાસ કામોને રાષ્ટ્રને સમર્પિત કર્યા!

PIB નવી દિલ્હી | પોસ્ટ તારીખ: 04 એપ્રિલ 2025 | અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6 એપ્રિલ, 2025ના રોજ રામ નવમીના પાવન અવસરે તમિલનાડુની મુલાકાત લેશે. તેઓ રામેશ્વરમ ખાતે નવનિર્મિત પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે, જે ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ છે. રામેશ્વરમને મુખ્ય ભૂમિ સાથે જોડતો આ પુલ માત્ર ભૌતિક નહીં પરંતુ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે – રામાયણ મુજબ અહીંથી જ રામ સેતુનું નિર્માણ શરૂ થયું હતું.

આ પુલનું નિર્માણ ₹550 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. 2.08 કિમી લાંબા પુલમાં 99 સ્પાન અને 72.5 મીટરનો વર્ટિકલ લિફ્ટ સ્પાન છે, જે 17 મીટરની ઊંચાઈ સુધી ઉંચકાઈ શકે છે – જેથી જહાજો પસાર થઈ શકે અને ટ્રેનોના અવરજવર પર અસર ન પડે. નવીનતમ તકનીકોથી બનેલો આ પુલ ભવિષ્યની જરૂરિયાતો માટે ડબલ ટ્રેક ક્ષમતા ધરાવે છે અને ખાસ પોલિસીલોક્સેન કોટિંગથી કાટમુક્ત રહે છે.

ઉદઘાટન બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રામનાથસ્વામી મંદિર ખાતે દર્શન અને પૂજા કરી. ત્યારબાદ તેઓએ રામેશ્વરમ ખાતે જાહેર સભા સંબોધી હતી અને રાજ્ય માટે મહત્વના એવા ₹8,300 કરોડના રેલ અને માર્ગ વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ તથા રાષ્ટ્રને સમર્પણ કર્યું.

આ પ્રોજેક્ટ્સમાં NH-40, NH-332, NH-32 અને NH-36ના અનેક ચોરસેકશનોનો સમાવેશ થાય છે. આ માર્ગો યાત્રાધામો, મેડિકલ કોલેજો, બંદરો અને બજારોને ત્વરિત જોડાણ આપશે. અહીંના ખેડૂતો અને નાના ઉદ્યોગોને આથી ખાસ લાભ મળશે.

પ્રધાનમંત્રીએ આજે રામેશ્વરમ-તાંબરમ (ચેન્નાઈ) માટે નવી ટ્રેન સેવાને પણ લીલી ઝંડી આપી. આ નવા નેટવર્કથી તમિલનાડુમાં પરિવહન વ્યવસ્થા વધુ ઝડપી, સુરક્ષિત અને આધુનિક બને તેવી આશા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ