
રાષ્ટ્રહિત માટે ચિંતન અને મનન કરતું દ્વિમાસિક ઈ-મેગેઝિન ‘રાષ્ટ્રીય ચિંતન‘ નું વિમોચન સમારોહ 30 એપ્રિલ 2025 ના રોજ યોજાનાર છે.
આ વિશિષ્ટ અવસરે ડૉ.વિશાલભાઈ જોશી (અધ્યક્ષ, ઇતિહાસ વિભાગ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી) મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપશે.
વિમોચન સમારોહની વિગતો:
📅 તારીખ: 30 એપ્રિલ 2025
🕘 સમય: રાત્રે 9:00 થી 10:00
📍 સ્થળ: માધવ સ્મૃતિ ભવન, સંઘ કાર્યાલય, નોબેલ સ્કૂલ પાસે, જૂનાગઢ
વિમોચન સમારોહમાં સપરિવાર હાજરી આપવાનું હાર્દિક આમંત્રણ છે.
આપની ઉપસ્થિતિ કાર્યક્રમ માટે પ્રેરણાદાયી બની રહેશે.
વિશેષ વિનંતી છે કે દરેક મહેમાનોએ સમય કરતાં 10 મિનિટ પૂર્વે સ્થળ પર પહોંચીને સ્થાન ગ્રહણ કરવું.
નિમંત્રક:
‘રાષ્ટ્રીય ચિંતન’ મેગેઝિન સંપાદક મંડળ
વંદે માતરમ્…
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ