જૂનાગઢ, તા.૧: જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય રમતોમાં ખાસ ઓળખ બનાવનારા ખેલાડીઓનું સન્માન કરવાની પ્રસ્તાવિત યોજના અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવી છે. જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સન્માન સમારોહ જિલ્લા સ્તરે યોજાશે.
યોજનાનો હેતુ એ છે કે, જેઓએ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય રમતોમાં પ્રતિષ્ઠિત સિદ્ધિ હાંસલ કરી હોય, તેમનો જાહેરમાં કદર-સન્માન કરવામાં આવે.
જેમણે વર્ષ ૨૦૨૪-૨૫ દરમ્યાન આ પ્રકારની સિદ્ધિ મેળવી હોય, તેવા ખેલાડીઓએ પોતાની સિદ્ધિ દર્શાવતાં અસલ પ્રમાણપત્રો સાથે અરજીપત્રક તા.૦૪/૦૮/૨૦૨૫, સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં નીચે આપેલા પતાએ રૂબરૂ જમા કરાવવાનું રહેશે:
જિલ્લા રમતગમત અધિકારીની કચેરી,
જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ
વધુ માહિતી માટે ઇચ્છુક ખેલાડીઓ મોબાઇલ નં. ૮૧૪૧૧ ૦૭૬૭૪ પર સંપર્ક કરી શકે છે.
જિલ્લા રમતગમત અધિકારીના જણાવ્યા મુજબ, આ સન્માન ખેલાડીઓ માટે પ્રેરણાસ્રોત બનશે અને આવનારા ખેલપ્રેમી યુવાનોને પણ મહેનત માટે ઉત્સાહ આપશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ