“રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ સપ્તાહ 2024” નિમિત્તે ભાવનગર મંડળમાં ઉર્જા સંરક્ષણ પર શેરી નાટક અને સેમિનારનું આયોજન

ભારતીય રેલવેમાં દર વર્ષે 8મી ડિસેમ્બરથી 14મી ડિસેમ્બર સુધી “રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ સપ્તાહ” ઉજવવામાં આવે છે. આ પ્રસંગે, ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારના માર્ગદર્શન મુજબ, પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના વિદ્યુત વિભાગ દ્વારા 8 ડિસેમ્બરથી 14 ડિસેમ્બર, 2024 દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા તમામ રેલ્વે સ્ટેશનો, ડેપોના રેલ્વે કચેરીઓ અને રેલ્વે કોલોનીઓમાં રેલવે કર્મચારીના પરિવારના સભ્યો ને ઉર્જા સંરક્ષણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ભાવનગર ડિવિઝનના સિનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ ભાવનગર ડિવિઝનલ ઓફિસમાં વિદ્યુત વિભાગના કર્મચારીઓ દ્વારા શ્રી હિમાઁશુ શર્મા (અપર મંડળ રેલ પ્રબંધક)ની અધ્યક્ષતામાં શેરી નાટક અને ઊર્જા સંરક્ષણ અંગે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમો દ્વારા વીજળી બચાવવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વિભાગીય કચેરીના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમોને સફળ બનાવવા વીજળી વિભાગે ભારે જહેમત ઉઠાવી હતી.આ પ્રસંગે વીજળી વિભાગના અધિકારીઓ અને શ્રી હિમાઁશુ શર્મા (અપર મંડળ રેલ પ્રબંધક) એ દરેકને વીજળી બચાવવા માટે અપીલ કરી હતી. તેણે કહ્યું કે ઘર કે ઓફિસથી નીકળતી વખતે દરેક વસ્તુની સ્વીચ ઓફ કરો. જો જરૂરી ન હોય તો લાઇટ અથવા પંખાનો ઉપયોગ કરશો નહીં. ફાઇવ સ્ટાર રેટેડ સાધનોનો ઉપયોગ કરો. ફાઇવ સ્ટાર રેટેડ સાધનોનો ઉપયોગ કરવાથી વીજળીનો વપરાશ ઘટશે. તમે જે રૂમમાં છો તેમાં જ વીજળીનો ઉપયોગ કરો, અન્ય રૂમમાં વીજળીનો ઉપયોગ કરવાનું બંધ કરો.વર્ષ 2024 દરમિયાન ભાવનગર ડિવિઝનમાં ફાઇવ સ્ટાર રેટેડ ઉપકરણો અને સોલાર પેનલ લગાવવાથી ડિવિઝનને દર વર્ષે અંદાજે રૂ. 1.5 કરોડની બચત થશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)