જૂનાગઢ ભેસાણ તાલુકા મા રાષ્ટ્રીય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત સર્વે કામગીરી હાથ ધરવામાં આવી જેમાં તાલુકા હેલ્થ કચેરી-ભેસાણ ના છ (૬) ગામોમાં Leprosy Case Detection Campain (LCDC)ની કામગીરી કુલ ૭ દિવસ દરમ્યાન આશા અને ફીલ્ડ લેવલ વોલેન્ટીયર તથા અન્ય આરોગ્ય કાર્યકર દ્વારા ઘરે-ઘરે સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
રક્તપિત નિર્મુલન કાર્યક્રમ હેઠળ ભેસાણ તાલુકાના છ (૬) ગામો પૈકી ચાર (૪)ગામોમા વાડીવિસ્તાર ની વસ્તી તથા બે (૨) ગામોમા સંપૂર્ણ વસ્તીનો સર્વે કરવામા આવ્યો. આ કાર્યક્રમમા તાલુકાની ૮ હેલ્થ ટીમ જોડાઇ હતી. જેમા કુલ ૧૩૯૬ ઘરોમાં સર્વે કરવામા આવ્યો હતો, તથા ૭૬૪૫ જનસંખ્યાની તપાસ કરવામા આવી .આ સમગ્ર કાર્યક્રમ નું સુપરવિઝન તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડો.એમ.એસ.અલી તથા તમામ મેડીકલ ઓફિસર પી.એચ.સી.દ્વારા કરવામા આવ્યુ તથા પી.એચ.સી ના મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઈઝર દ્વારા સુપરવિઝન કામગીરી અને રિપોર્ટિગ કામગીરી તથા જનરલ સુપરવિઝન તાલુકા હેલ્થ સુપરવાઇજરશ્રી ભેસાણ એ નિભાવી હતી. આમ તાલુકા હેલ્થ ઓફિસરની એક અખબારી યાદિમાં જણાવાયુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)