રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ ની પ્રેરણા થી અર્હમ યુવા સેવા ગ્રુપ

જૂનાગઢ દ્વારા મકર સંક્રાંતિ ના દિવસે પતંગ – દોરી થી ઘાયલ પક્ષીઓ ને શાતા પમાડવાના ભાવ સાથે તેમજ ઘવાયેલા પક્ષીઓ મોત ને ના ભેટે તેવા ભાવ સાથે ઝાંસી રાની સ્ટૅચુ ચોક , સરદાર બાગ પાસે પક્ષી બચાવ જીવદયા કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે .જેમાં વેટરનરી ડોક્ટરો ની ટીમ તથા સ્વયં સેવકો ના સહયોગ થી પક્ષીઓ ની સારવાર કરવામાં આવશે . આપના ધ્યાન માં જૂનાગઢ શહેર માં કોઈપણ જગ્યાએ ઘવાયેલા પક્ષીઓ જણાય તો આપેલા નંબર ૯૯૧૩૯૧૦૧૦૮ ઉપર અમારો સંપર્ક કરવા વિનંતી . તમામ જીવદયા પ્રેમી ભાવિકો ને અમારા આ કેમ્પ ની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ છે . આ કેમ્પ તારીખ ૧૪-૦૧-૨૦૨૫ મંગળવાર ના સવારે ૯:૩૦ થી સાંજે ૬:૩૦ સુધી કાર્યરત રહેશે .

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)