રિક્ષામાં બેસાડી મહિલાના ગળામાં સોનાની ચેન-મંગળસુત્ર કાઢી લેનાર મહિલાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી ધરપકડ કરી.

વડોદરામાં રિક્ષામાં બેસાડી મહિલાના ગળામાં સોનાની ચેન-મંગળસુત્ર કાઢી લેનાર મહિલાની વડોદરા ક્રાઇમ બ્રાન્ચે આણંદથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ મહિલાને તેના ઘરેથી ઝડપી પાડી વડોદરા લાવી હતી અને વધુ તપાસ અર્થે મકરપુરા પોલીસને સોંપવામાં આવી છે. શહેરમાં વર્ષ 2024 દરમિયાન તરસાલી વિસ્તારમાં બે મહિલાઓને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડવામાં આવી હતી. ત્યારે રિક્ષામાં અગાઉથી પૂરુષ અને મહિલા બેઠલા હતા આ લોકોએ પુરુષ અને મહિલાએ પેસેન્જર મહિલાઓને વાતોમાં પરોવ્યા બાદ હાથ ચાલાકી વાપરીને નજર ચુકવીને બે મહિલાઓના ગળામાંથી સોનાની ચેન તથા મંગળસુત્ર પણ કાઢી લીધા હતા. જેની ફરિયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાઇ હતી.


આરોપી મહિલા પોલીસ ધરપકડથી બચવા માટે નાસતી ફરતી આરોપી મહિલાને ટેકનિકલ સોર્સિસના આધારે ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આણંદ ખાતે તેના ઘરેથી ઝડપી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપી મહિલાને વડોદરા લાવ્યા બાદ મકરપુરા પોલીસને સોંપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ ગુનામાં અગાઉ એક મહિલા સહિત ચાર આરોપીની ધરપકડ કરાઈ હતી.

અહેવાલ :- હર્ષ પટેલ (વડોદરા)