રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટમાં ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ (સાયન્સ સીટી), ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ દ્વારા વિકસાવવામાં આવેલ છે,. જે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃતતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા લોકોની વિચારસરણીમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે ઉદેશ્ય સાથે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓ દ્વારા ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ની ઉજવણી કરવામાં આવેલ હતી. સર સી. વી. રામનએ તેમની કરેલી શોધ ‘રામન ઇફેક્ટ’ ને 28 ફેબ્રુઆરી 1928ના રોજ ઘોષિત કરી હતી, આથી દર વર્ષે આ દિવસને ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીના ભાગરૂપે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા ‘સાયન્સ ફેર’ તેમજ રોબોટ ડેમોસ્ટ્રેશન, મેજીક શો, વિજ્ઞાન આધારિત નાટ્ય, અને ગ્રહોનું નિરદર્શનનુ આયોજન કરવામાં આવેલ હતું. આ દિવસને ખાસ બનાવવા અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ પેદા થાય અને તેઓ વિજ્ઞાનને દૈનિક જીવન સાથે જોડી શકે તે હેતુથી ગુજકોસ્ટ (ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી) દ્વારા ધોરણ છ થી આઠમાં ભણતા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિત આધારિત મોડેલ તેમજ શિક્ષકો માટે ટીચિંગ મેથડ અને ટીચિંગ એડ્સ એમ બે કેટેગરીમાં ધોરણ છ થી બારને ભણાવતા શિક્ષકો માટે પણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી વિદ્યાર્થી મિત્રો અને શિક્ષકોએ ખૂબ ઉત્સવ પૂર્વક ભાગ લીધો, અને વિજ્ઞાન અને ગણિત વિષય આધારિત પ્રોજેક્ટ રજૂ કર્યા, તેમજ ઉત્સાહી શિક્ષકોએ પણ પોતાની એક આગવી ટીચિંગ એડ અને ટીચિંગ મેથડોલોજી રજૂ કરી હતી. રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ દ્વારા તમામ વિદ્યાર્થીઓનું અને શિક્ષકોને પોતાની પ્રતિભા ઉજાગર કરવાનો એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિર્ણાયકો દ્વારા કુલ ૪ કેટેગરી પૈકી એક કેટેગરીના ત્રણ એમ કુલ બાર વિજેતાઓ જાહેર કરવામાં આવેલ હતા. વિજેતા થયેલ ટીમ અને સ્પર્ધકોને ટેલિસ્કોપ અને પ્રમણપત્રનું વિતરણ કરવામાં આવેલ હતું. તેમજ તમામ સ્પર્ધકોને પાર્ટિશીપેશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. આ આ સાથે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃતિઓમાં મેજીક શો, ગ્રહોનું નિરદર્શન, તેમજ સર સી. વી. રામનની શોધ ‘પ્રકાશનુ વિખેરણ’ પર ખાસ વિજ્ઞાન નાટિકા ‘કિરણની શોધ’ ભજવવામાં આવ્યું હતું. આ નાટિકા ધ્યાનમ પ્રોડકશનના સહયોગથી તથા જિલ્લા રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ ગુજરાત સરકાર કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રાજકોટના આર્થિક સહયોગથી ભજવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૬3૬થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ મુલાકાતીઓએ લાભ લીધો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ