રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા માઇક્રો, સ્મોલ, અને મીડીયમ, એન્ટરપ્રાઇઝ (MSME) દિવસ નિમિત્તે ‘સ્ટાર્ટઅપ કાર્નિવલ’ કાર્યક્રમનું આયોજન કરાયું.

રાજકોટ

રિજીયોનલ સાયન્સ સેન્ટર,રાજકોટમાં તારીખ 27 જૂન 2024 ગુરુવારના રોજ માઇક્રો, સ્મોલ, અને મીડીયમ, એન્ટરપ્રાઇઝ (MSME) દિવસ ની ઉજવણી કરવામાં આવી.

રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ, ‘લોકો માટે, લોકો દ્વારા’ થીમ આધારે વિવિધ વૈજ્ઞાનિક દિવસો, વિજ્ઞાનીઓના જન્મ દિવસો, શોધો અને વર્કશોપ્સ વગેરે આયોજિત કરે છે.

રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિ. સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રીન્યોરશિપ કાઉન્સિલ અને IDFC ફર્સ્ટ બેંકના સહયોગ અને સપોર્ટથી ‘સ્ટાર્ટઅપ કાર્નિવલ’ કાર્યક્રમનું આયોજન કરી માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દર વર્ષે તારીખ ૨૭ જૂનને માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (MSME) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ માઈક્રો, સ્મોલ, અને મીડીયમ, એન્ટરપ્રાઇઝ (MSME) ના વિકાસ અધિનિયમ હેઠળ લાભ આપવા માટે ઉજવવામાં આવે છે, જેનાથી શના સામાજિક આર્થિક વિકાસને લાભ મળે. તારીખ ૯ મે ૨૦૦૭ના રોજ ભારત સરકારના નિયમો, ૧૯૬૧ માં સુધારીને અગાઉના નાના પાયા ના ઉદ્યોગ મંત્રાલય અને કૃષિ અને ગ્રામ્ય ઉદ્યોગ મંત્રાલયને ભેગા કરીને માઈક્રો,સ્મોલ, અને મીડીયમ એન્ટરપ્રાઇઝની (MSME) રચના કરવામાં આવી.

MSME એ આપણા દેશમાં સામાજિક આર્થિક વિકાસમાં મોટા ભાગે ફાળો આપે છે. MSME ને સમર્થન આપવું અને તેમને યોગ્ય પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહે, તે જ ઉદ્દેશ્ય સાથે રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રીન્યોરશિપ કાઉન્સિલ અને IDFC ફર્સ્ટ બેંકના સહયોગ અને સપોર્ટથી ‘સ્ટાર્ટઅપ કાર્નિવલ’ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એક્ષપર્ટ સેશન એન્ડ ઇન્ટરએક્શન તથા સ્ટાર્ટ અપ એક્ઝીબીશનનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં, લોકોને ઉદ્યોગસાહસિકતા ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તેના માર્ગદર્શન માટે રાજકોટની ઇન્મેસ્ટા, જે કે વેન્ચર સ્ટુડીયોના ફાઉન્ડર તથા સી.ઈ.ઓ. શ્રી જતીન કટારીયા એ ખાસ હાજરી આપી અને પ્રેરણાદાયી સેશન લીધો હતો અને ૧૦ જેટલા સ્ટાર્ટઅપે પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

` સ્ટાર્ટ અપ કાર્નિવલ કાર્યક્રમની શરૂઆતમાં રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત વ્યાસ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને આગળ વધારતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટ અપ અને એન્ટરપ્રીન્યોરશિપ કાઉન્સિલના CEO શ્રી પાર્થ સેજપાલ દ્વારા સ્ટાર્ટઅપ ઇનોવેશન ક્યાં અને કેવી રીતે કરવું તેની માહિતી મેળવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા માર્ગદર્શન મેળવી શકાશે. ત્યારબાદ આ કાર્યક્રમને સહયોગ આપનાર IDFC ફર્સ્ટ બેંકના કરંટ અકાઉન્ટ મેનેજર શ્રી પાર્થિવ ગાંધી દ્વારા આઈડિયાને કઈ રીતથી એક્ષ્પ્લોર્ કરવા તેમજ જીજ્ઞાશાવૃતિને કેળવવાની સલાહ આપી હતી. ત્યારબાદ આ કાર્યક્રમ ના મુખ્ય અતિથી શ્રીમાન જતીન કટારીયા કે જેઓ વ્યૂહરચનાકાર, વિચારક, પ્રક્રિયા શોધક અને પુનઃશોધ નિષ્ણાત છે, ૪૦+ દેશોના લોકો સાથે કામ કર્યું છે, ૧૦૦+ દેશોમાં નેટવર્ક ધરાવે છે, ૧૦+ વખત ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે, એ સાથે જે. કે. વેલ્ચર સ્ટુડિયો ના સ્થાપક અને MD છે, તેમણે આ સેશન માં MSME અને યુથ ની વ્યાખ્યા આપી અને લોકોને ઓઉટ ઓફ ધ બોકસ વિચારીને સપના જોવા જોઈએ તેમજ આઈડિયાની રજુઆત માટેના 5 સ્ટેપ વિશે વાત કરી હતી. દરેકે પોતાના ઉદ્યોગોમાં કઈરીતે આગળ વધવું તેની સમજ આપી હતી. આ સિવાય શ્રી જતીન કટારીયાએ કેટલાક પ્રકારનાં સ્ટાર્ટઅપની માહિતી પ્રદાન કરી અને સાથે સાથે વિદ્યાર્થીઓના સ્ટાર્ટઅપ અંગેના પ્રશ્નોના જવાબો આપી માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમને સહયોગ આપનાર IDFC ફર્સ્ટ બેંકના વડા દ્વારા બેન્કિંગ સિસ્ટમની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્ટાર્ટઅપ અને એન્ટરપ્રીન્યોરશિપ કાઉન્સિલના CEO શ્રી પાર્થ સેજપાલ દ્વારા આભાર વિધી કરવામાં આવી હતી.

આ સાથે કાર્નિવલમાં ૧૦ જેટલા અલગ- અલગ સ્ટાર્ટ-અપ આવેલ હતા, જેમાં સોમાની આફરીન અને સેજપાલ નીલ દ્વારા સંતરીપ્ત આહાર, જોશી હાર્દિક અને રાવળ હાર્દિક દ્વારા નેચર ટેક્નોહાઇવ, મીન્ટુ નિમાવત અને ડૉ. નિશાંત ગોપલાણી દ્વારા બાયો પેકેજિંગ, ડોબરિયા માર્ગી દ્વારા સોપ બોટલ / એનવાયરમેન્ટ ફ્રેન્ડલી ટુથ બ્રશ, તુલસી શિયાની અને શાની ભલગામડીયા દ્વારા ગેલેક્ષી ઈકો એનર્જી, કોટારિયા ચિરાગ અને કોટારિયા સુરેશભાઈ દ્વારા કેમિકલ ફ્રિ પ્રીઝર્વેટીવ પ્રોડક્ટ, કાર્તિક વ્યાસ અને અમિત વ્યાસ દ્વારા વ્યોજર ઓટો પ્રા.લી., કાછીયા હિરલ, કૃપાલી અને સ્રેયાશ ધુલિયા દ્વારા જયશ્રી ફૂડટેક સ્ટાર્ટ અપ દ્વારા વિકસાવાયેલ ઉત્પાદનોનું પ્રદર્શનનું આયોજન રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માં રાજકોટની આઈ.ટી.આઈ., મોદી સ્કુલ, ધોળકિયા સ્કુલ અને સ્વામીનારાયણ ગુરુકુળ સ્કૂલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સીટી મળીને ૧૬૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)