રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ અને રોટરી ક્લબ રાજકોટ પ્રાઈમના સંયુક્ત ઉપક્રમે ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ અને ‘આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ’ની ઉજવણી કરવામાં આવી.

રાજકોટ

રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા તા.28 જુલાઈ 2024 ને રવિવાર ના રોજ ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ અને ‘આતરરાષ્ટ્રીય વાઘ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ‘લોકો માટે, લોકો દ્વારા’ થીમ આધારે વિવિધ વૈજ્ઞાનિક દિવસો, શોધો અને વર્કશોપ વગેરે આયોજિત કરતું રહે છે. ‘વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ’ અને ‘આતરરાષ્ટ્રીય વાઘ દિવસ’ નિમિતે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવેલ હતું.

વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ પ્રકૃતિ અને જૈવ વિવિધતાનું સંરક્ષણ, આપણા આસપાસના પર્યાવરણની જાળવણી અને તેના સંરક્ષણ માટે પગલાં લેવાનો અને લોકોને તે અંગે જાગૃત કરવાનો છે. આ અભિગમ સાથે રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે નેચર વોક, પ્રકૃતિ સંરક્ષણ ઉપર શોર્ટ ફિલ્મ મેકિંગ એન્ડ સ્ક્રિનિંગ ફેસ્ટીવલ અને વન્યજીવોની વ્યથા દર્શાવતું નાટકનું આયોજન કરવામાં આવેલ હતું. લોકોને પ્રકૃતિ સંરક્ષણ વિષે જાગૃત કરવામાં આવેલ હતા. રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ અને રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઈમનાં સહયોગથી પ્રકૃતિ સંરક્ષણ ઉપર ‘શોર્ટ ફિલ્મ મેકિંગ એન્ડ સ્ક્રિનિંગ ફેસ્ટીવલ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં રિજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટનાં પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ સુમિત વ્યાસ દ્વારા રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઈમનાં પ્રેસીડેન્ટ શ્રી કમલેશ કાનાબાર, સેક્રેટરી શ્રી જેનીશ પડિયા તેમજ કો-ઓર્ડીનેટર શ્રી વિશાલ સરવૈયાનું ઇકોફ્રેન્ડલી પોટ અને સસ્ટેનેબલ કિટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. શોર્ટ ફિલ્મ મેકિંગ ફેસ્ટીવલ કાર્યક્રમનાં ત્રણ નિર્ણાયકો શ્રી ચેતનભાઈ ટાંક (એક્ટર, ડાયરેક્ટર, પ્રોડ્યુસર), શ્રી નિરુકત દવે (સાઉન્ડ ડિઝાઈનર) અને શ્રી ભાવિન ત્રિવેદી (ડાયરેક્ટર, પ્રોડ્યુસર, રાઈટર)નું સ્વાગત રોટરી ક્લબ ઓફ રાજકોટ પ્રાઈમનાં મેમ્બર્સ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને આગળ વધારતા ડૉ. સુમિત વ્યાસ અને શ્રી કમલેશ કાનાબારે આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો અને ત્યારપછી આ કાર્યક્રમમાં પ્રકૃતિ સંરક્ષણ ઉપર વિવિધ ક્ષેત્રોમાંથી ૧૧ જેટલી શોર્ટ ફિલ્મો પ્રદર્શિત કરવામાં આવી હતી.

આ શોર્ટ ફિલ્મમાં તેના માપદંડો જેવા કે ક્રિએટીવીટી, મેસેજ, વાર્તા, સિનેમાટોગ્રાફી તથા એડિટિંગ આધારે આ ફિલ્મોને પ્રથમ, દ્રિતીય અને તૃતીય વિજેતા જાહેર કરવામાં આવેલ, જેમાં પ્રથમ ક્રમાંકે મિતેશ જોશી (વાર્તા ) દ્રિતીય ક્રમાંકે શૈલેશ સાગઠીયા(Remove Plastic Save the Environment) તૃતીય ક્રમાંકે કિશન ઉપાધ્યાય (Guardian of the Environment) રહ્યા હતા, આ ત્રણેય વિજેતાઓને રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તથા આ ફેસ્ટીવલમાં ભાગ લેનાર તમામ ને પાર્ટીસીપેશન સર્ટીફીકેટ એનાયત કરવામાં આવેલ હતા.

આ સાથે જ તા.૨૯ જુલાઈ એટલે કે “આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ”ની પણ ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણીનો મુખ્ય હેતૂ વાઘનું સંરક્ષણ કરવા અંગેનો છે. વાઘની ઘટતી જતી સંખ્યા ચિંતાનો વિષય છે, જેના માટે જાગૃતિ લાવવા માટે રિજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટમાં વાઘ ઉપર વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓમાં વોક એન્ડ ટોક વિથ ટાઈગર, ટાઈગર પઝલ, ટાઈગર ક્વિઝ અને બાળકો દ્વારા ટાઈગર માસ્ક મેકિંગ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવી. આ કાર્યક્રમમા આશરે ૩૩૦ જેટલા લોકો અને બાળકોએ ભાગ લીધો હતો.

અહેવાલ : – નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ રાજકોટ