વેરાવળ,
ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) દ્વારા રિજીયોનલ માસ્ટર પ્લાનના પ્રિપરેશન માટે આવતીકાલે સાગર દર્શન હોલ, સોમનાથ ખાતે રિજીયોનલ સ્ટેકહોલ્ડર કન્સલ્ટેશન વર્કશોપનું આયોજન કરાયું છે.
આ ورکશોપની તૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા કલેકટર શ્રી એન.વી. ઉપાધ્યાયે આજે સાંજે સાગર દર્શન ખાતે મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજન અંગે વિવિધ વિભાગો પાસેથી વિગતો મેળવી માર્ગદર્શન પૂરું પાડી સૂચનો આપ્યા હતા.
કન્સલ્ટેશન વર્કશોપમાં જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર અને દ્વારકા જિલ્લાના વિવિધ ઉદ્યોગકારો, ચેમ્બર્સ ઓફ કોમર્સ, સામાજિક તથા ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિતના સ્ટેકહોલ્ડર્સ ઉપસ્થિત રહીને વિસ્તારના સર્વાંગી વિકાસ માટે મનોમંથન કરશે.
કલેક્ટરે રજીસ્ટ્રેશનની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થાપન, આયોજનાત્મક પ્રવૃત્તિઓ અને ચર્ચાસત્ર દરમ્યાન સુઘડ સંચાલન અંગેની તમામ તૈયારીનો પરિચય મેળવી નિર્દેશ આપ્યો હતો.
આ પ્રકારની કાર્યશાળાઓથી વિસ્તારના ઔદ્યોગિક તથા સામાજિક વિકાસ માટે મજબૂત દિશા નિર્ધારિત થશે તેવી આશા વ્યકત કરવામાં આવી છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ