રિમોન્ટથી કન્ટ્રોલ થતું રેસ્ક્યુક્રાફ્ટ પાણીમાં ડૂબતા માણસને બચાવાશે.

બનાસકાંઠા

પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને સરકાર દ્વારા રેસ્ક્યુક્રાફ્ટ મશીન ફાળવવામાં આવ્યું છે.જે મશીન પાણીમાં ડૂબતા માણસને બચાવવાનું કામ કરશે, રેસ્ક્યુક્રાફ્ટ ડૂબતા વ્યક્તિને કિનારા સુધી લાવવાનું કામ કરશે અને આ સમગ્ર કામગીરી રિમોન્ટથી કરવામાં આવશે જેનું આજે ટેસ્ટીંગ કરાયું હતું

જિલ્લામાં આગામી ચોમાસાને ધ્યાને લઈ પાલનપુર નગરપાલિકાને સરકાર દ્વારા આપત્તિ સમયે લોકોના જીવ બચાવવા માટે એક બોટ અને રેસ્ક્યુક્રાફ્ટ મશીનની અપાયું છે. જેમાં રેસ્ક્યુક્રાફ્ટ મશીન રીમોન્ટ કંટ્રોલથી ઓપરેટ કરી એક કિલોમીટર સુધી નદી કે અન્ય પાણી ભરાવ વિસ્તારમાં જઈ અમૂલ્ય જિંદગી બચાવશે.

આજે દાંતીવાડા ખાતે આ મશીનનુ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં દાંતીવાડા ડેમની પાછળના ભાગે પસાર થતા પાણીમાં એક યુવક ડૂબી રહ્યો છે એવી મોકડ્રીલ કરી તેને રેસ્ક્યુક્રાફ્ટ મશીનની મદદથી બહાર લાવવામાં આવ્યો હતો અને આ સમગ્ર કામગીરી રિમોન્ટ કંટ્રોલ દ્વારા ઓપરેટ કરી કરાઈ હતી સાથે જ પાલનપુર નગરપાલિકા ફાયર વિભાગને ફાળવેલી બોટનું પણ અહીંયા ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું જેથી આગામી સમયમાં ચોમાસામાં પુર તેમજ નદીમાં ડૂબતા માણસને બચાવવા અને આપત્તિ સમય લોકોના જીવ બચાવવા માટે પાલિકા ફાયર વિભાગ સજ્જ બન્યું છે. આ સમયે ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ, વાયરલેસ ઓફિસર જગદીશભાઈ જોષી, લેડિંગ ફાયરમેન મહાદેવભાઇ ઠાકોર સહિત ફાયર વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો.

અહેવાલ :- અયુબ પરમાર (બનાસકાંઠા)