રીજીયોનલ સાયન્સ સેન્ટર ,રાજકોટ (સાયન્સ સીટી), ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા વિકસાવવામાં આવેલ છે. જે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃતતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે.
ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA), ગાંધીનગરના સહયોગથી ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા તારીખ ૧૬ થી ૩૧ જાન્યુઆરી દરમિયાન સમગ્ર ગુજરાતમાં ‘GEDA ઉજવે છે ઉર્જા પખવાડિયું’ ઉજવવામાં આવનાર છે. આ ઉર્જા પખવાડિયું ઉજવવાનો મુખ્ય ઉદેશ્ય ઉર્જા સંરક્ષણ અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે. સાથે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી (GEDA) ભારતની અગ્રણી સંસ્થાઓમાંની એક અને અગ્રેસર નવીનીકરણ ઉર્જા વિકાસ અને ઉર્જા સંરક્ષણ ક્ષેત્રે કામ કરે છે. GEDA એ લાંબા ગાળાની નવીનીકરણીય નીતિના વિકાસ અને સમગ્ર રાજ્યમાં ટકાઉ ઉર્જા કાર્યક્રમોના અમલીકરણ માં અગ્રણી ભૂમિકા ભજવે છે. GEDA નો પડકાર રીન્યુએબલ એનર્જી અને એનર્જી કાર્યક્ષમ ટેકનોલોજીને આર્થિક અને વ્યાપારી રીતે સધ્ધર બનાવવાનો છે.
રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટમાં મુલાકાતીઓ તેમજ વિધાર્થીઓમાં ઉર્જા વિષે જાગૃતિ ફેલાય તેના માટે તારીખ 21 જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ‘ઉર્જા વોક’ તેમજ ઉર્જા વિષે માહિતી પ્રદાન કરતા સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉર્જા સંરક્ષણમાં શ્રી મોખાણા પ્રા. શાળા, જામનગર તેમજ શ્રી સુર્યનગર પ્રા. શાળા, મોરબીના ૯૦ જેટલા વિધાર્થીઓ તેમજ શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા ઉર્જા બચતના પ્લેકાર્ડસ તથા નારાઓ સાથે વોક કરી હતી. આ સાથો-સાથ ઉર્જા બચત અને ભવિષ્યની પેઢીને ઉર્જા સંરક્ષણ માટે અવગત કરાવવા માટે સેન્ટરના સ્ટાફ દ્વારા ખાસ ટોક આપવામાં આવેલ હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)