રીજીયોનલ સાયન્સ સેન્ટર,રાજકોટમાં ઉનાળુ વેકેશન દરમિયાન સમર એક્ટિવિટી ઓનુ આયોજન.

રીજીયોનલ સાયન્સ સેન્ટર,રાજકોટ (સાયન્સ સીટી), ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોધ્યોગીકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા વિકસાવવામાં આવેલ છે. રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃતતા અને સંશોધનાત્મક અભિગમ પેદા કરવા માટે સતત કાર્યશીલ છે.
આ ઉનાળુ વેકેશનમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર,રાજકોટ (સાયન્સ સીટી), લાવી રહ્યું છે નાના – મોટા બધા જ લોકો માટે ગમ્મત સાથે જ્ઞાન મેળવાનો અનેરો મોકો.
આ વેકેશનમાં રીજીયોનલ સાયન્સ સેન્ટર, રાજકોટ ખાતે વિવિધ સાઇન્ટિફિક એક્ટિવિટી વર્કશોપ તેમજ કેમ્પ જેવી પ્રવૃતિઓ કરાવવામાં આવશે, જેમાં વિધાર્થી તેમજ સામાન્ય લોકો પણ ભાગ લઈ શકે છે. આ યોજાનાર સમર સાયન્સ કેમ્પ અને એક્ટિવિટીઓ માટે જે તે દિવસની તારીખ અને સમય સવારના ૧૦:૦૦ થી ૦૧:૦૦ અને બપોરે ૦૩:૦૦ થી ૦૬:૦૦ કલાક નો રહેશે. જે આ પ્રમાણે છે, [1.) ફન વિથ ફિઝિક્સ (2) ફન વિથ સિરામિક (22 થી 25 એપ્રિલ ૨૦૨૫ સુધી)] [3). ફન વિથ સિરામિક (4). વન્ડર ઓફ કેમેસ્ટ્રી (29 એપ્રિલ ૨૦૨૫ થી ૦2 મે ૨૦૨૫ સુધી)], [5). લેટ્સ નૉ અવર લિવિંગ વર્લ્ડ આરાઉન્ડ અસ(6)લાઈફ સ્કિલ (ભરત ગૂંથણ) (06 થી 09 મે ૨૦૨૫ સુધી)] 7) ચતુર ઈન્ટ્રોડક્ટરી (ચેસ) વેદિક બોર્ડસ સંસ્થાના સહયોગથી(8) ક્રિએટિવિટી વિથ વેસ્ટ (13 થી 16 મે ૨૦૨૫ સુધી) 3D પ્રિન્ટર (10) મેક યોર સ્ટોરી બૂક (20 થી 23 મે ૨૦૨૫)] ધ્યાનમ પ્રોડક્શન્સના સહયોગથી પ્રખ્યાત ડાયરેક્ટર, સ્ટેજ લાઇટ સ્પેશિયાલિસ્ટ, ફિલ્મ એક્ટર, ડ્રામા આર્ટિસ્ટ શ્રી ચેતન ટાંકના એક્ષપર્ટ માર્ગદર્શન હેઠળ આયોજિત (11)સાયન્સ ડ્રામા(12)સાયન્સ મૂવી મેકિંગ વર્કશોપ (27 થી 30 મે ૨૦૨૫ સુધી) ફન વિથ મેથ્સ (14). લેટસ લર્ન કાર્ટૂનિંગ (૦3 થી ૦6 જૂન ૨૦૨૫ સુધી)] જેવી રસપ્રદ સમર એક્ટિવિટીઓ આયોજિત કરવામાં આવેલ છે. આ મહત્તમ પ્રવૃતિઓમાં કોઈ ઊમર બાધ નથી.
આ સમર એક્ટિવિટીમાં રજીસ્ટ્રેશન કરાવવા માટેની લિંક (http://bit.ly/4hp9UWwSW2025) છે.
આ ઉપરાંત ધોરણ ૦6 થી 10ના ઉત્સાહી વિધાર્થીઓ માટે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) પ્રેરિત ‘સમર સાયન્સ કેમ્પ ૨૦૨૫’ (બિન-રહેણાંક) નું આયોજન કરવામાં આવેલ છે, આ કેમ્પમાં વિજ્ઞાન અને ટેકનોલોજીની વિવિધ છ થીમો પર આધારિત ૦૫ દિવસના કુલ ૦૬ સમર કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પો તારીખ ૨૯ એપ્રિલ ૨૦૨૫થી લઈને ૦૭ જૂન ૨૦૨૫ સુધીના સમયગાળામાં રાખવામાં આવેલ છે. જેનો સમય સવારના ૧૧:૦૦ થી સાંજના ૦૫:૦૦ કલાક સુધીનો રાખવામાં આવેલ છે, વિષયો અને તારીખ આ પ્રમાણે છે, (1) AI અને રોબોટિક્સ્ (૨૯ એપ્રિલ ૨૦૨૫ થી ૦૩ મે ૨૦૨૫), (2) બાયોડાઈવર્સિટી અને નેચર (૦૬ મે ૨૦૨૫ થી ૧૦ મે ૨૦૨૫), (3) નંબર અને જીઓમેટ્રી (૧૩ મે થી ૧૭ મે ૨૦૨૫), (4) જેનેટિક અને બાયોલોજી (૨૦ મે થી ૨૪ મે ૨૦૨૫), (5) કોડિંગ અને ઈલેક્ટ્રોનિક્સ (૨૭ મે થી ૩૧ મે ૨૦૨૫), (6) ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજી (૦૩ જૂન થી ૦૭ જૂન ૨૦૨૫) જેવા વિવિધ વર્કશોપ સાથે સાયન્ટિફિક પ્રવૃતિઓ, ફન ઍન્ડ લર્ન ગેમ્સ, એક્સપર્ટ સેશન, સ્કાય ગેઝિંગ, ફિલ્મ સ્ક્રીનિંગ, જેવી વિવિધ પ્રવૃતિઓ પણ કરવામાં આવશે. સમર સાયન્સ કેમ્પમાં ૨૦૨૫માં ભાગ લેવા માટેની રજીસ્ટ્રેશન લિંક http://bit.ly/4labsHaSSC25 છે.
આ બંને પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઓનલાઈન અલગ-અલગ રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે, ઓનલાઈન નોંધણી કરાવતા સમયે માંગેલ વિગતો અચૂક ભરવાની રહેશે, જો વિગત અધૂરી રહેશે તો નોંધણી માન્ય ગણાશે નહીં. સમર સાયન્સ કેમ્પમાં ભાગ લેવા ઇચ્છુક વિધાર્થીઓએ જે તે પસંદગીના આધારિત વિષય નક્કી કરવાનો રહેશે. એક થી વધુ કેમ્પમાં ભાગ લઈ શકાય છે, પ્રતિ વિષયો પ્રમાણે કોઈ એક થી વધુ વિષય નક્કી કરી નોંધણી કરવાની રહેશે. વધારે માહિતી મેળવવા માટે 0281 – 2992025 પર સંપર્ક કરી શકાશે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ