રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ ૨૦૨૫’ની ઉજવણી અંતર્ગત ઈસરોની વૈજ્ઞાનિક ડૉ. પારુલ પટેલ સાથે વિદ્યાર્થીઓનું ઇન્ટરએક્શન.

ભારતના વૈજ્ઞાનિક ઇતિહાસમાં ૨૩ ઑગસ્ટનો દિવસ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. વર્ષ ૨૦૨૩માં ચંદ્રયાન–૩ના સફળ લેન્ડીંગ દ્વારા ભારત ચંદ્ર પર પહોંચનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્ર સુધી પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ઐતિહાસિક ક્ષણને યાદગાર બનાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૨૩ ઑગસ્ટને ‘રાષ્ટ્રીય અવકાશ દિવસ’ જાહેર કરવામાં આવ્યો હતો.

આ જ અવસરને નિમિત્તે રીજીયોનલ સાયન્સ સેન્ટર – રાજકોટ ખાતે ૧૨ થી ૨૩ ઑગસ્ટ સુધી ૧૧ દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું પ્રેરણાસ્રોત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) હતું. આ વર્ષની થીમ હતી –
“આર્યભટ્ટ થી ગગનયાન : એન્સિયન્ટ વિઝડમ ટુ ઇન્ફીનીટ પોસિબિલિટીસ”

ઉજવણીના મુખ્ય આકર્ષણરૂપે ૨૩ ઑગસ્ટે ઈસરોની પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ડૉ. પારુલ પટેલ (સાયન્ટિસ્ટ/એન્જીનીયર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર – ઈસરો, અમદાવાદ) સાથે ખાસ ઇન્ટરએક્શનનું આયોજન થયું હતું.


કાર્યક્રમની ઝલક

  • કાર્યક્રમની શરૂઆત પ્રોજેક્ટ ડિરેક્ટર ડૉ. સુમિત વ્યાસના સ્વાગત સંબોધનથી થઈ. તેમણે ડૉ. પારુલ પટેલને ઈકો–ફ્રેન્ડલી પોટ ભેટ આપી માન–સન્માન કર્યું.

  • ડૉ. પારુલ પટેલે વિદ્યાર્થીઓને અંતરીક્ષ વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા.

  • પોતાના પ્રવચનમાં તેમણે ભારતના અવકાશ કાર્યક્રમોની સફર સમજાવી – આર્યભટ્ટ ઉપગ્રહથી લઈને ગગનયાન મિશન સુધીના વિકાસ પર પ્રકાશ પાડ્યો.

  • ચંદ્રયાન–૩ના સફળ લેન્ડીંગના મહત્વની સમજ આપી તથા લેન્ડર–રૉવર કેમેરાના ફૂટેજ પણ રજૂ કર્યા.

  • ભારતના આવનારા મિશન્સ વિષે રસપ્રદ માહિતી આપી, જેમાં યુવાનોને અવકાશ ક્ષેત્રે સંશોધન માટે જોડાવા પ્રેરણા આપી.


વૈજ્ઞાનિક પરિચય

ડૉ. પારુલ પટેલે

  • મહારાજા સાયાજીરાવ યુનિવર્સિટી – વડોદરા પરથી અનુસ્નાતક અભ્યાસ

  • તથા નિરમા યુનિવર્સિટીમાંથી Synthetic Aperture Radar (SAR) Polarimetry વિષયમાં પીએચ.ડી. મેળવી છે.

  • તેઓ ISROમાં અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટોમાં સંકળાયેલા રહ્યા છે.

  • ‘ISRO Merit Award’ સહિત અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા છે.

  • ISROના YUva VIgyani KAryakram (YUVIKA) તથા ગુજરાત માટેના BHAVIKA કાર્યક્રમમાં માર્ગદર્શક તરીકે યોગદાન આપ્યું છે.


વિદ્યાર્થીઓનો ઉત્સાહ

કાર્યક્રમમાં રાજકોટ શહેરની જાણીતી શાળાઓ –
મહાત્મા ગાંધી વિદ્યાલય, મોદી ગ્રુપ ઓફ સ્કુલ્સ, જીનીયસ સ્કુલ, જય ઇન્ટરનેશનલ સ્કુલ, રાજકોટ ઇન્ટરનેશનલ સ્કુલ, સેન્ટ મેરીઝ સ્કુલ, અવધ સ્કુલ, ધોળકિયા સ્કુલ અને માસુમ વિદ્યાલય –
ની આસપાસની ૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન આયોજિત ડ્રોઈંગ, એક્સ્ટેમ્પોર અને રીલ–મેકિંગ સ્પર્ધાના વિજેતાઓને ઈસરો તથા ગુજકોસ્ટ દ્વારા પ્રમાણપત્ર અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા.


ભવ્ય સમાપન

આ કાર્યક્રમ યુવા પેઢીને પ્રેરિત કરતો અને ભારતના અવકાશ સ્વપ્નોને સાકાર બનાવવા યુવાનોને આગળ લાવતો સાબિત થયો.

📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ