રૂ.૧૦,૬૦૦/- રોકડ સહીતના કીંમતી ડોક્યુમેન્ટ્સ સાથેનુ પર્સ મૂળ માલીકને સામેથી બોલાવી પરત આપતી જૂનાગઢ પોલીસ ની નેત્રમ શાખા.

જૂનાગઢ

જૂનાગઢ પોલીસ ની નેત્રમ શાખા દ્રારા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં ઇન્સ્ટોલ કરવામાં આવેલ સીસીટીવી કેમેરા મારફતે ૨૪*૭ મોનીટરીંગ કરવામાં આવે છે અને શહેરમાં કોઇપણ બનાવ બને કે તુરંતજ ડીટેક્ટ કરવા તથા ટ્રાફીક મેનેજમેન્ટ પણ કરવામાં આવે છે.

જૂનાગઢ શહેરના મોતીબાગ રોડ સ્થીત અશોક બેકરી પાસે રૂ.૧૦,૬૦૦/- રોકડ સહિતનું પર્સ રસ્તા પર પડેલ, જે પર્સ ત્યાંથી પસાર થતા શ્રી અંકિતભાઇ વિનોદભાઇ ડાંગર ને મળેલ આથી તેમણે નેત્રમ શાખા ખાતે જમા કરાવેલ.
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી. શ્રી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો. કોન્સ. શિલ્પાબેન કટારીયા, વિજયભાઇ છૈયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્રારા રાયજીબાગ રોડ પર જે જગ્યાએ અંકિતભાઇ ડાંગરને પર્સ મળેલ તે જગ્યાના સીસી ટીવી કેમેરા તાત્કાલીક ચેક કરતા એક અજાણ્યા બાઇક ચાલક અશોક બેકરી પાસેથી પસાર થાય છે જે બાઇક ચાલકની પાછળ બેઠેલ મહિલા અશોક બેકરી એ સામાન લેવા ઉતરતા હતાં ત્યારે તેમના હાથમાં રહેલ સામાનમાંથી પર્સ પડતુ જણાય આવેલ જે આધારે તે બાઇક ચાલકનો આગળનો સમગ્ર રૂટ ચેક કરતા તે વ્યક્તિ મોતીબાગ થી મધુરમ તરફ જતા જણાય આવેલ તે વાહનના નંબર GJ 11 BS 7215 શોધી તેમને સામેથી ફોન કરી અને પૂછપરછ કરેલ કે તમારૂ પર્સ ખોવાયેલ છે? સામેથી વિવેકભાઇએ પોતાના રોકડ રૂપીયા તથા અન્ય કીમતી ડોક્યુમેન્ટ્સ ખોવાયાની વિગત જણાવેલ અને પોતે નેત્રમ શાખા ખાતે આ બાબતે રૂબરૂ અરજી કરવા આવતા હોય અને રસ્તામાં જ હોય ત્યારે સામેથી જ નેત્રમ શાખાએ ફોન કરીને જણાવ્યું કે તમારૂ પર્સ મળેલ છે લઇ જાવ. આ શબ્દો સાંભળતા જ તેઓ ખુબજ ભાવુક થઇ ગયેલ અને તાત્કાલીક નેત્રમ શાખાએ આવી પહોંચી શ્રી અંકિતભાઇ એ શ્રી વિનોદભાઇ ડાંગર નો તથા નેત્રમ પોલીસ શાખા નો આભાર માન્યો હતો.

આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)