ભાવનગર
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ સાહેબે ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ તથા વાહન ચોરીઓના ગુન્હાઓ બનવા પામેલ હોવાથી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા એલ.સી.બી.ના અધિકારી/ કર્મચારીઓને ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં થતી ઘરફોડ ચોરી, વાહન ચોરીઓના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સખત સુચના આપેલ.
ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પો.હેડ કોન્સ. અશોકભાઇ ડાભી તથા પો.કો. મહેન્દ્દસિંહ સરવૈયાને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, રામ ઉર્ફે વિશાલ મનસુખભાઇ પરમાર રહે.કરચલીયાપરા, ભાવનગરવાળો રબ્બર ફેકટરી સર્કલ પાસે આવેલ સુર્યદર્શન કોમ્પ્લેકસના પાર્કીંગમાં કેટલાક વાહનો સાથે ઉભેલ છે. જે મોટર સાયકલ અને સ્કુટર તેણે કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના માણસ નીચે મુજબના શંકાસ્પદ મોટર સાયકલ-૦૩ તથા સ્કુટર-૦૨ સાથે હાજર મળી આવેલ. જે મોટર સાયકલ/સ્કુટર અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય. જેથી આ મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.
આ માણસની પુછપરછ કરતાં તેણે આ પકડાયેલ વાહનો પૈકી એક એકસેસ સ્કુટર આજથી દોઢેક વર્ષ પહેલા આડોડીયાવાસના સ્મશાન સામે આવેલ મુખ્યમંત્રી આવાસના પાર્કીંગમાંથી ચોરી કરેલાનું તથા બાકીના વાહનો અજયભાઇ બાબુભાઇ બારૈયા રહે.ટેકરી ચોક,પ્રભુદાસ તળાવ,ભાવનગરવાળાએ ભુલવાની ગાડીઓ આપેલ હોવાનું જણાવેલ.’’ જે અંગે આગળની વધુ તપાસ થવા માટે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
અહેવાલ :- ગુજરાત બ્યુરો