રૂ.૩,૨૫,૦૦૦/-ની કિંમતના આશરે ૧૦૦ કેરેટ જેટલા હિરાના પેકેટ નંગ-૩૬ તેના મુળ માલિકને ગણતરીના કલાકોમાં પરત અપાવતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ભાવનગર

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર પોલીસ દ્વારા ખુબ જ કરવામાં આવેલ ઉમદા અને સરાહનીય કામગીરી બદલ પ્રજાલક્ષી સારી કામગીરી અને પોલીસ પ્રજાનો મિત્ર ઉક્તિને સાર્થક કરતાં રહો તેવી કામગીરી કરનાર તમામને શુભકામનાઓ પાઠવી છે.

આ અંગે હકિકત એવી છે.કે, ગઇ કાલ તા.૨૨/૦૬/૨૦૨૪ના રોજ સાંજના સમયે ગુણવંતભાઇ માનસંગભાઇ પરમાર રહે.શેરી નં.૧૧, લાખાજીનગર, ભાવનગરવાળા મંત્રેશ કોમ્પલેકસથી એરપોર્ટ તરફ જવાના રસ્તેથી પસાર થતાં હતાં. તે દરમિયાન તેઓ પાસે રહેલ આશરે ૧૦૦ કેરેટ જેટલા હિરાના પેકેટ નંગ-૩૬ કિ.રૂ.૩,૨૫,૦૦૦/-ના ભરેલ પાકિટ પડી ગયેલ છે. જે અંગે ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસોએ તથા ભાવનગર પોલીસની ત્રીજી આંખ તરીકે કામ કરતી નેત્રમ્ કંટ્રોલ રૂમ ટીમે સતત પ્રયત્નો કરીને ગણતરીના કલાકોમાં જ ઉપરોકત હિરાના પેકેટ ભરેલ પાકીટ તેના મુળ માલિક ગુણવંતભાઇ પરમારને પરત સોંપી આપેલ છે.

અહેવાલ:- (ગુજરાત બ્યુરો)