રૂ.૩૫,૦૦૦/-ના ચોરી થયેલ મોટર સાયકલ સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં માણસો ઉપરોકત સુચના આધારે ભાવનગર સીટી વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે, મનોજ ઉર્ફે કાનો નરોત્તમભાઇ ધાંધલ્યા રહે.નવા બે માળીયા,ભરતનગર,ભાવનગરવાળા વાદળી કલરનો ટીપકીવાળો શર્ટ તથા ભુરા કલરનું પેન્ટ પહેરીને કાળા કલરનું હિરો કંપનીનું આગળ-પાછળ રજી.નંબર-GJ-04-DR 1714વાળું સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇને ભાવનગર, ટોપ થ્રી સર્કલથી મંત્રેશ તરફ જવાના રીંગ રોડ, બ્રહ્મ પાર્કની સામે,નાળા ઉપર ઉભો છે.જે મોટર સાયકલ કયાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં મનોજ ઉર્ફે કાનો નરોત્તમભાઇ ધાંધલ્યાને મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ. જે મોટર સાયકલ અંગે તેની પુછપરછ કરતાં કોઇ સંતોષકારક જવાબ આપતાં ન હોય. જેથી આ મોટર સાયકલ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવી લાવેલ હોવાથી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

આ માણસની પુછપરછ કરતાં તેણે તા.૦૭/૦૭/૨૦૨૪ના રોજ રથયાત્રાના દિવસે બપોરના સાડા બાર પોણા એકાદ વાગ્યાની આસપાસ તેના પાદરી (ગો) તા.તળાજા ગામે વાડી વિસ્તારમાંથી ચોરી કરેલ. હોવાનું જણાવેલ.’’ જે અંગે આગળની વધુ તપાસ થવા માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. જે અંગેની જાણ તળાજા પોલીસ સ્ટેશન કરવા માટે તજવીજ હાથ ધરેલ છે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો