રૂ.૩૫,૦૦૦/- ની કિંમતના ફોર વ્હીલના સ્પેરપાર્ટ ખોવાતા જૂનાગઢ ની નેત્રમ શાખા પોલીસ દ્રારા શોધી આપેલ.

જૂનાગઢ

શ્રી સાગર પરબતભાઇ જાદવ, આણંદપુર, જૂનાગઢના વતની ફોરવ્હીલના સ્પેરપાર્ટનું પાર્સલ રેલ્વે સ્ટેશને લેવા ગયેલ તે જ સમય દરમ્યાન અન્ય કોઇ વ્યક્તિનું પાર્સલ પણ ત્યાં આવેલ જેથી પાર્સલ લઈને આવનાર વ્યક્તિથી ભૂલથી સાગરભાઈના રૂ.૩૫,૦૦૦/- ની કિંમતના ફોરવ્હીલના સ્પેરપાર્ટનું પાર્સલ અન્ય વ્યક્તિને અપાઈ ગયેલ આથી આ બાબતની જાણ નેત્રમ શાખા પોલીસને કરતાં જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા તથા જૂનાગઢ જિલ્લા પોલીસ વડાશ્રી હર્ષદ મહેતા તથા જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય. એસ.પી.શ્રી એ.એસ. પટણી ના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કોન્સ. વિજયભાઇ છૈયા, દક્ષાબેન પરમાર, રૂપલબેન છૈયા, એન્જીનીયર મસઉદ અલીખાન પઠાણ સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરાની મદદથી ચેક કરતા સાગરભાઈનું પાર્સલ જે વ્યક્તિ ભૂલથી લઇ ગયેલ તે વ્યક્તિ રેલ્વે સ્ટેશન ખાતે પાર્સલ લેવા બાઇક લઈને આવેલ તેવું જાણવા મળેલ જે આધારે તેમના બાઈકના રજી ના GJ-3-BN -585 શોધી બાઇક ચાલકનો સંપર્ક કરી પૂછપરછ કરતા ફોરવ્હીલના સ્પેરપાર્ટનું પાર્સલ તેમની પાસે જ હોવાનું જણાવેલ આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા સાગરભાઈ જાદવનું પાર્સલ શોધી રીકવર કરી સહિ સલામત પરત અપાવતા તેમણે જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.આમ સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)