જૂનાગઢ, તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૫
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય તથા જૂનાગઢ જિલ્લા શાખાના સંયુક્ત ઉપક્રમે “રેડક્રોસ આપના દ્વારે” કાર્યક્રમનું આયોજન આજે જૂનાગઢ ખાતે થયું. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર અને રેડક્રોસ સોસાયટીના પ્રમુખ અનિલકુમાર રાણાવસિયા સાહેબ રહ્યા.
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું કે, “જૂનાગઢમાં ટૂંક સમયમાં આધુનિક બ્લડ બેન્ક શરૂ થવાની છે, જે જિલ્લાવાસીઓ માટે ગૌરવની વાત છે.” તેમણે ઉમેર્યું કે, “વિપત્તિના સમય અને કોવિડ જેવી મહામારી દરમિયાન રેડક્રોસ સંસ્થાએ જમાવટભરી સેવાઓ આપી છે,” અને ભવિષ્યમાં પણ જિલ્લા વહીવટી તંત્ર તરફથી સંસ્થાને પૂરતી મદદ કરવાનું આશ્વાસન આપ્યું.
આ પ્રસંગે વિદ્યાવાચસ્પતિ ડો. મહાદેવ પ્રસાદ મહેતાએ કહ્યું કે, “સેવાનો ધર્મ અત્યંત દુર્લભ છે અને એમાં જોડાવાવાળાઓ સાચા મહાયોગી છે.“
ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ રેડક્રોસની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી અને જણાવ્યું કે, “એનજીઓઓના યોગદાન વિના દેશનું અર્થતંત્ર અધૂરૂં છે.” તેમણે ચેરમેન મહેન્દ્રભાઈ મશરૂને અભિનંદન પાઠવ્યા.
ડૉ. અજય દેસાઈ, વાઇસ ચેરમેન (ગુજરાત રેડક્રોસ),એ જણાવ્યું કે, “ટૂંક સમયમાં જૂનાગઢમાં નવી બ્લડ બેન્ક કાર્યરત થશે અને તેનું લાઈસન્સ પણ પૂર્ણ થયેલું છે.** ઉપરાંત ડેન્ટલ ક્લિનિક, ફિઝિયોથેરાપી સેન્ટર, ક્લિનિકલ લેબોરેટરી અને જનરિક મેડિકલ સ્ટોર જેવા પ્રોજેક્ટ માટે પણ ૨૫ લાખનું અનુદાન અપાયું છે.”
કાર્યક્રમના આરંભે પહેલગામ આતંકી હુમલાના મૃતકો માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
મુખ્ય ઉપસ્થિત અગ્રણીઓમાં:
- સાંસદ રાજેશભાઈ ચુડાસમા
- મેયર ધર્મેશભાઈ પોશિયા
- ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા
- ખેતી બેંક ચેરમેન ડોલરભાઈ કોટેચા
- મહાનગરપાલિકા કમિશનર ડૉ. ઓમ પ્રકાશ
- મહાનગર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા
- ઉપપ્રમુખ ડૉ. જે.પી. દવે
- સ્ટેટ મેનેજિંગ કમિટી મેમ્બર મનીષ આચાર્ય
સहितના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આભાર વિધિ: ડૉ. મહેશ વારા દ્વારા કરવામાં આવી હતી.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ