સુરત શહેરમાં રેલવેની સાઈટ હેક કરી તત્કાલ ટિકિટ બનાવવાના કૌભાંડમાં સોફ્ટવેર ઇન્સ્ટોલ કરનારની ધરપકડ.

સુરત :

સુરત શહેરના સિટીલાઈટ ખાતે ગત 27 જૂનએ રેલ્વેની વિજીલન્સ ટીમે રેડ કરી તત્કાલ ટિકિટ બનાવવાનું સ્કેમ પકડી પાડ્યું હતું. આ સ્કેમની તપાસ દરમિયાન ઉમરા પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. આ આખા કૌભાંડમાં જે વીઆઇપી ટિકીટ મળી આવી તે મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. વીઆઇટી ટિકીટો જે દિલ્હીથી કોના કહેવા પર કાઢવામાં આવી હતી પોલીસે આ આખો મામલો હાલમાંતો દબાવી દીધો છે. આ ઉપરાંત વિજીલન્સને આ પણ આ મામલે કોઇ રસ નહી હોવાનુ ચિત્ર ઉપસ્યુ છે. સામન્ય રીતે ટાઉટો સાથે સેટીંગબાજીનુ વલણ વિજીલન્સનુ વલણ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યુ છે.

પોતે રેલ્વેનો કાયદેસર એજન્ટ હોવા છતાં વધારે પૈસા કમાવવા આ રીતે સ્કેમ કરતો હતો. આ અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે તપાસ દરમિયાન ગઈકાલે વધુ એક આરોપી રાજુ યુવરાજ પંડિત (ઉ.વ.૩૪, ધંધો ઓનલાઈન ટ્રેડ્રીંગ, રહે., ફલેટ નંબર એ/૧૦૧ રાધે રેસિડેન્શી,માન સરોવર સોસાયટી, ગોડદરા તથા મુળ જી.ગિરહડી, ઝારખંડ) ની ધરપકડ કરી છે. આરોપી રાજેશને આ સોફ્ટવેર અપલોડ કરી ઇન્સ્ટોલ કરી આપતો હતો. અને દર મહિને રિન્યુ કરવા 500 રૂપિયા કમિશન લેતો હતો.

અહેવાલ:- અશ્વિન પાંડે (સુરત)