રેલવે તંત્ર દ્વારા બધા લોકોને જાણ કરવામાં આવે છે કે ભાવનગર ડિવિઝનના તમામ સેક્શનમાં રેલવે લાઈનો પર 25000 વોલ્ટના ઓવરહેડ વાયરો લગાવવામાં આવ્યા છે. આ 25000 વોલ્ટના વાયરોમાં પતંગની દોરીઓ ફસાઈ હોવાનું જોવામાં આવ્યું છે. રેલવે કર્મચારીઓએ ટ્રેક પર કામ કરતી વખતે આ વાયરોના સંપર્કમાં ન આવે તેની કાળજી લેવી જોઈએ કારણ કે ઇલેક્ટ્રિક શોકને કારણે જીવનું જોખમ રહેલું છે. આ ઉપરાંત સામાન્ય લોકો પણ રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવે છે અને ઓવરહેડ વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ કરે છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે સૌને વિનંતી છે કે રેલવે ટ્રેક પાસે પતંગ ઉડાવવાનું ટાળો અને રેલવેના હાઈ વોલ્ટેજ ટ્રેક્શન વાયરમાંથી પતંગ કાઢવાનો પ્રયાસ ન કરે અને સામાજિક હિતને ધ્યાનમાં રાખીને શક્ય તેટલું અન્ય લોકોને આ બાબત ની જાણ કરે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)