રાજકોટ (12 એપ્રિલ, 2025):
રેલ્વે વહીવટીતંત્ર દ્વારા માહિમ – બાંદ્રા વચ્ચેના બ્રિજ નંબર 20ના પુનર્નિર્માણ માટે મેega બ્લોક લેવામાં આવશે. આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની અવરજવર પ્રભાવિત થશે. નીચે આપેલી ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યો છે:
- 12.04.2025 – ટ્રેન નં. 22946 (ઓખા – મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ) બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
- 13.04.2025 – ટ્રેન નં. 19015 (દાદર – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) હવે દાદરના બદલે બોરીવલીથી ઉપડશે.
- 12.04.2025 – ટ્રેન નં. 12268 (હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ) 1 કલાક 30 મિનિટ મોડી રહેશે.
- 11.04.2025 – ટ્રેન નં. 19016 (પોરબંદર – દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ) બોરીવલી ખાતે શોર્ટ ટર્મિનેટ થશે.
મુસાફરોને સૂચના:
ટ્રેન સંચાલન અને સ્ટોપેજ સંબંધિત નવા અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in પર મુલાકાત લઈ શકશો.
અહેવાલ: નરેન્દ્ર દવે, સાથે જગદીશ યાદવ, જૂનાગઢ