રોકડ રૂ. ૨૨,૧૪૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો શ્રાવણીયો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડતી – ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. હર્ષદ પટેલ સાહેબના આદેશ અનુસાર ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબુદ કરવા માટે ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે.

તેના ભાગરૂપે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (એલ.સી.બી.) પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર શહેરના મેપાનગર વિસ્તારમાં, પોપટભાઇની વાડી, કુષ્ણ પ્રોવિઝન સ્ટોરની શેરીમાં, જાહેર જગ્યાએ લાઇટના અજવાળે કેટલાક લોકો ભેગા થઈ ગંજીપત્તાનાં પાનાં વડે રૂપિયા લગાવી હાર-જીતનો હાથકાંપનો જુગાર રમી રહ્યા છે.

તાત્કાલિક એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દોડી જઈ રેઇડ કરતાં ૮ શખ્સોને રંગેહાથ પકડવામાં આવ્યા હતા.


પકડાયેલા આરોપીઓના નામ:

૧. રાહુલ ભુપતભાઇ ગોહેલ (૨૭) – રહે. ગણેશગઢ, મીલ્ટ્રી સોસાયટી પાછળ, ચિત્રા, ભાવનગર
૨. ધાર્મિક સંજયભાઇ વાઢૈયા (૨૫) – રહે. નવજીવન સોસાયટી, વિઠ્ઠલવાડી, ભાવનગર
૩. રવિ ઉર્ફે ભુરો મથુરભાઇ મકવાણા (૨૬) – રહે. હનુમાનજી મંદિર સામે, પોપટભાઇની વાડી, ચિત્રા
૪. સુરેશ પરશોત્તમભાઇ મકવાણા (૨૭) – રહે. હનુમાનજી મંદિર સામે, પોપટભાઇની વાડી, ચિત્રા
૫. પિયુષ દિનેશભાઇ ચૌહાણ (૧૯) – રહે. હનુમાનજી મંદિર સામે, પોપટભાઇની વાડી, ચિત્રા
૬. ચંદુભાઇ ફલજીભાઇ સોલંકી (૪૦) – રહે. હેમભાઇની ઘંટી પાસે, ગણેશગઢ, મીલ્ટ્રી સોસાયટી પાછળ
૭. રમેશભાઇ બળવંતભાઇ રાઠોડ (૩૦) – રહે. કુષ્ણ પ્રોવિઝન સ્ટોરની શેરી, પોપટભાઇની વાડી, ચિત્રા
૮. રમેશ જેરામભાઇ ચાવડા (૩૦) – ધંધો: હીરા ઘસવાનો, રહે. મફતનગર, સરીતા સોસાયટી, ભાવનગર


કબ્જે કરાયેલ મુદ્દામાલ:

  • ગંજીપતાનાં પાના – નંગ ૫૨, કિંમત રૂ. ૦૦/-

  • રોકડ રકમ – રૂ. ૨૨,૧૪૦/-

  • પ્લાસ્ટિકની થેલી – રૂ. ૦૦/-
    ➡️ કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૨૨,૧૪૦/-


કામગીરીમાં જોડાયેલા પોલીસ સ્ટાફ:

  • પો. ઇન્સ્પેક્ટર એ.આર.વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ:

    • બાવકુદાન કુંચાલા

    • વનરાજભાઇ ખુમાણ

    • માનદિપસિંહ ગોહિલ

    • કેવલભાઇ સાંગા

    • જયદિપસિંહ ગોહિલ

    • ઉમેશભાઇ હુંબલ

ઉપરોક્ત આરોપીઓ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયો છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


📍 અહેવાલ : સતાર મેતર, સિહોર