જૂનાગઢ તા. ૪, જૂનાગઢ એટલે સેવા, પરમાર્થ અને ભજન-ભોજન અને ભક્તિની ભુમિ છે એવુ સાંભળતા રહ્યા છીએ, આ વાતને રોટરી અને ઈનાલી ફાઉન્ડેશન દ્વારા ચરીતાર્થ કરવામાં આવી રહ્યા છે, હાથ કપાઈ ગયેલ વ્યકિત જીવનના જરૂરી કાર્યો પોતાની રીતે કરી શકે તેવા ઉમદા હેતુથી બેટરી સંચાલિત કૃત્રિમ હાથ ફીટ કરવાનો કેમ્પ આયોજીત થયો, જેમાં જૂનાગઢ તથા આજુબાજુના ગામોના ૪૬ વ્યકિતઓને બેટરી સંચાલિત કૃત્રિમ હાથ તદ્દન નિઃશુલ્ક ફીટ કરી આપવામાં આવેલ. આ કેમ્પ દરમ્યાન જેમનો હાથ કોણીએથી કપાઈ ગયેલ હોય તેમનું અગાઉથી રજીસ્ટ્રેશન કરવામાં આવેલ અને તેમને આ કેમ્પ દરમ્યાન હાથ ફીટ કરી આપવામાં આવેલ,
હાથ ફીટ કર્યા બાદ તેમને આ કૃત્રિમ હાથ વાપરવાની ટ્રેનિંગ પણ ઇનાલિ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવી હતી. સૌરાષ્ટ્રભરમાં આ ચોથો કેમ્પ હતો અ કેમ્પનું ઉદ્ઘાટન આમંત્રિત મહેમાનો દિવ્યાંગો તથા રોટરી મેમ્બર્સની હાજરીમાં દીપ પ્રગટાવી કરવામાં આવેલ. કેમ્પને સફળ બનાવવા પ્રોજેક્ટ ચેર ડો. નિરવ મારડિયા તેમજ હિતેશભાઈ ગજ્જર, બીપીનભાઈ કણસાગરા, કેતનભાઇ દોશી, ડો મયંક શાહ, દીપક મુલચંદાણી, પ્રકાશ ચોથાણી, પરેશભાઈ રૂગાણી વિગેરેએ જહેમત ઉઠાવી હતી, રોટ્રેક્ટ પ્રમુખ સંજય આહુંજા, સિદ્ધિ કિકાણી, કોમલ મુલચંદાણી પણ સાથ અંને સહકાર આપેલ. કેમ્પની પૂર્ણાહુતિ બાદ રોટરી ક્લબ ઓફ પુના ડાઉન ટાઉન સાથે રોટરી ફ્લેગ એક્સચેન્જ કરવામાં આવેલ તથા રોટરી ક્લબ ઓફ પુને ડાઉન ટાઉન તથા ઈનાલી ફાઉન્ડેશનના સભ્યોને મોમેન્ટો આપી સન્માનિત પણ કરવામાં આવેલ. બેટરી સંચાલિત કૃત્રિમ હાથના લાભાર્થીઓનો આનંદ ચહેરા પર પરખાતો જોવા મળ્યો હતો. તેમ રોટરી ક્લબ સેક્રેટરી હેમાંગ શાહ તેમજ પ્રમુખ મનસુખ કયાડાની યાદી જણાવાયુ હતુ.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)