જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા, પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને નાયબ પોલીસ અધિક્ષક હિતેષ ધાંધલ્યા દ્વારા શરીર સંબંધિત ગુનાના આરોપીઓને ઝડપથી પકડી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી.
તે અનુસંધાને, જુનાગઢ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલની આગેવાની હેઠળ સ્ટાફ સતત કાર્યરત હતો. ફરિયાદ મુજબ, આરોપી ધર્મેશભાઇ નાથાભાઇ મકવાણા (રહે. રેલનગર-૦૧, રાજકોટ) એ ભોગ બનનાર મહિલાને લગ્નનું ખોટું વચન આપી મિત્રતા કેળવી હતી. છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક વખત શારીરિક સંબંધ બાંધી, તેનો વીડિયો બનાવી અને ત્યારબાદ વીડિયો વાયરલ કર્યો હતો.
આરોપીએ મહિલાને લગ્ન ન કરવાની ધમકી આપી, ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે ગુન્હો નં. ૧૧૨૦૩૦૨૪૨૫૦૫૩૩/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 69, 296(બી), 351(3) તથા આઇટી એક્ટની કલમ 66(ઇ), 67 હેઠળ તા. 15/07/2025ના રોજ નોંધાયો હતો.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સના આધારે, પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીને ઝડપી પાડ્યો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ
પો. હેડ કોન્સ. વિપુલભાઇ રાઠોડ
પો. કોન્સ. હરદાસભાઇ નંદાણીયા
પો. કોન્સ. રવિવિરસિંહ જે. સીસોદીયા
(સૂચના મુજબ કામગીરી – પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગોહીલ)
📍 અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ