જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી,જી.સોજીત્રા સાહેબ અને દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારી શ્રી બી.ડી.ભાડ સાહેબના માર્ગદર્શન હેઠળ,બેટી બચાવો બેટી પઢાવો યોજના અંતર્ગત લાઈફ સંસ્થા તાલીમ સેન્ટર જૂનાગઢ ખાતે “POCSO-એકટ ૨૦૧૨” અંતર્ગત આજરોજ સેમીનાર યોજવામાં આવેલ જેમાં “POCSO-એકટ૨૦૧૨” એટલેશું? તેમાં બાળકોની સતામણીનાં કિસ્સા વિવિધ કાયદાકીય કલમો,સજાઓ અને મદદ વિશે સરકારશ્રીની વિવિધ સેવાઓની વાત જિલ્લાબાળ સુરક્ષા અધિકારીશ્રી દ્રારા કરવામાં આવી હતી.
ત્યારબાદ અન્ય મહિલાલક્ષી યોજનાઓ જેમકે ૧૮૧-અભયમ મહિલા હેલ્પલાઇન, સખી વન સ્ટોપ સેન્ટર, પોલિસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર વગેરેનો લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ હતી તથા મહિલા અને બાળ વિભાગ હસ્તક ની અન્ય યોજનાઓ DHEW નાં કર્મચારી દ્રારા માહિતી આપવામાં આવેલી જેવીકે વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય, મહિલા સ્વાવલંબન યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજનાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી ત્યારબાદ બાળ સુરક્ષા અધિકારીશ્રી દ્રારા ઉપસ્થિત તમામ બહેનોને નશા મુક્તી માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)