લાયન્સ ક્લબ ઓફ વડોદરા શાંગરીલા દ્વારા પર્યાવરણને લગતી સમસ્યાઓ અને સમાધાન વિશે ચર્ચા કરાઈ.

વડોદરા

લાયન્સ ક્લબ ઓફ વડોદરા શાંગરીલા દ્વારા અલ્ટરનેટિવ સોલ્યુશન ફોર એનવારમેન્ટલ ઇસ્યુ ફોર અ બેટર ફ્યુચર વિષય પર ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એમજેએફ લાયન અશોક જૈન, એમજેએફ લાયન દિપક સુરન, એમજેએફ લાયન પરિમલ પટેલ, એમજેએફ લાયન શશિકાન્ત પરીખ સહિતના સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમ લાયન્સ ક્લબ ઓફ વડોદરા શાંગરીલાના પ્રેસીડન્ટ એમજેએફ લાયન એન. કે. કાબરાએ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ચિરાગ ભીમાણી, ત્રિભુવનપ્રસાદ કાબરા, ડૉ. નીતિન ભાટે, સીમા મંડોરા અને પ્રૉ. ડૉ. અરુણ આર્યાએ પર્યાવરણ સબંધિત માહિતી આપી હતી. કાર્યક્રમમાં શહેરની વિવિધ યુનિ. ના વિદ્યાર્થીઓ, ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકો સહીત અનેક પર્યાવરણ પ્રેમીઓએ ભાગ લીધો હતો.

પર્યાવરણ રક્ષણ માટે વાત કરતા નિષ્ણાંતોએ એક સૂરમાં જણાવ્યું હતું કે, યુવા પેઢીને સારું સ્વાસ્થ્ય અને સારું પર્યાવરણ આપવું હશે તો હાલના સમયમાં પર્યાવરણને બચાવવું પડશે. જે માટે લાઈટ અને ઇંધણનો ઉપયોગ સમજદારી સાથે કરવો પડશે

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)