ભાવનગર: કાજાવદર, 30 માર્ચ 2025 – લાયન્સ ક્લબ ઓફ સિહોરે આજે કાજાવદર ગામમાં આદર્શ છાશ વિતરણ કેન્દ્રનું ઉદઘાટન કર્યું. આ કેન્દ્રની શરૂઆત છાશનું વિતરણ કરવામાં મદદરૂપ બની રહેશે, જેનો લાભ કાજાવદર અને આસપાસના ગામો, જેમ કે સર, ખાંભા, સખવદર, જાંબાળા, કોટડા, મોગલધામ, ભગુડા, ચોટીલા અને બગદાણા ના પદયાત્રિકોને અને ખેતમજૂરોને મળશે.
આ પ્રસંગે, લાયન્સ ક્લબ ઓફ સિહોરના સક્રિય સભ્યો અને કાજાવદર ના વતન પ્રેમી ભામાશા શેઠ ચંદ્રકાંત ચંપકલાલ શાહના આર્થિક સહયોગથી આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. આ ક્ષણે, કરણસિંહ જય પરમારની દુકાન, બસ સ્ટેન્ડ નજીક, દરરોજ 250 લિટર છાશનું વિતરણ કરવામાં આવશે.
આ અનોખા પ્રારંભ પ્રસંગે, પવિત્ર ગુડી પડોવા અને નવરાત્રી પર્વની ઉજવણીમાં, પન્યાસ પ્રવર ચંદ્રકીર્તિ વિજય જી મહારાજ સાહેબના આશીર્વાદ અને છંટકાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. લાયન પ્રદીપ ભાઈ કળથીયા, લાયન અશોકભાઈ ઉલવા, એમ.જે.એફ. લાયન ડો.શ્રીકાંત ભાઈ દેસાઈ, લાયન ડો.પ્રશાંતભાઈ આસ્તિક, અને લાયન્સ ક્લબ ઓફ સિહોરના અન્ય સભ્યોએ તેમ દ્વારા આ સત્તાવાર શરૂઆત કરવામાં મદદ કરી.
અહેવાલ: સતાર મેતર, ભાવનગર.