
📍 બ્રેકિંગ ન્યૂઝ | ભાવનગર🎙 અહેવાલ: સતાર મેતર, ભાવનગર
📰 સમાચાર વિગતવાર:
ભાવનગર શહેરના વિવિધ પબ્લિક સ્પોટ્સ, લારીગલ્લા અને શંકાસ્પદ સ્મોકિંગ ઝોન પર SOG દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આ કામગીરી રેન્જ IGP ગૌતમ પરમાર તથા SP ડૉ. હર્ષદ પટેલના માર્ગદર્શન હેઠળ અને કલેકટર સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલી N-CORD મીટીંગની સૂચનાઓ અનુસાર અમલમાં મુકાઈ છે.
📌 ચેકિંગ હેઠળ આવેલા મુખ્ય સ્થળો:
- સર ટી હોસ્પિટલ
- બીમ્સ હોસ્પિટલ
- મેડિકલ કોલેજ
- ચાવડીગેટ
- વડવા તલાવડી
- મોતી તળાવ
- સાંઢીયાવાડ
- રાણીકા
- કુંભારવાડા
- વાઘાવાડી રોડ
- બસ-રેલ્વે સ્ટેશન
- પીલ ગાર્ડન
📷 ચેકિંગની પદ્ધતિ:
SOG ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા, પો.ઇન્. જેડી બારોટ તથા સ્ટાફ દ્વારા ડોગ સ્કોડ સાથે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાનમસાલાની દુકાનો, ચા નાસ્તાની લારીઓ અને કેફેની તલાશી લેવામાં આવી.
🗣️ સંદેશ:
જાહેર સ્થળો પર નશીલા પદાર્થોનો પ્રવાહ અટકાવવો, યુવાવર્ગને સચેત કરવો અને ગુનાહિત પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવી – આ ચેકિંગનો મુખ્ય ઉદ્દેશ છે.
🎯 અંતિમ ઉદેશ્ય:
વિદ્યાર્થીઓ અને નાગરિકોની સુરક્ષા તથા નશામુક્ત વાતાવરણ ઊભું કરવું.