લોએજ મુકામે આજે સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સહકારી આગેવાન તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણીની આગેવાનીમાં અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અશોકભાઈ રાઠોડ, અરજણભાઈ પિઠીયા, અરજણભાઈ આતરોલીયા, રીધમભાઈ ગોસ્વામી, બાલુભાઈ કોડીયાતર, રાકેશ બાપુ, સુરેશભાઈ, રાજેશભાઈ છેલાણા, લક્ષ્મણભાઈ સોલંકી, કરસનભાઈ નંદાણીયા, રણજીતભાઈ વાઢેર સહિતના આગેવાનોની હાજરી રહી હતી.
આ કાર્યક્રમ દરમિયાન લોએજ તથા આસપાસના વિસ્તારોના નવનિયુક્ત સરપંચો અને સભ્યોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને રવિભાઈ નંદાણિયા 850 મતની જંગી લીડથી વિજેતા બન્યા હતા, જેને લઈ હાજર સર્વે આગેવાનો દ્વારા તેમના અભિનંદન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આગેવાનો દ્વારા ગ્રામ વિકાસ માટે સૌએ સાથે મળીને કાર્ય કરવાની અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ગામજનો અને આગેવાનો વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત યોજાઈ હતી.
અહેવાલ : જગદીશ યાદવ, જૂનાગઢ