લોકસભા- વિધાનસભા ના મતદાન થી સ્થાનિક સ્વરાજ્યનું મતદાન કઈ રીતે અલગ પડે છે?
તમે મહત્તમ કોઈપણ ચાર ઉમેદવારને મત આપી શકો પણ કોઈ એક ઉમેદવારને મત આપીને નોટાની પસંદગી કરી શકો નહીં.
મત આપ્યા પછી રજીસ્ટ્રેશનનું બટન અચૂક દબાવો
જૂનાગઢ તા.૧૪
લોકસભા અને વિધાનસભાની ચૂંટણીની મતદાન પ્રક્રિયા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતદાન પ્રક્રિયામાં કેટલીક પાયાની બાબતોમાં ફેરફાર છે તે પહેલી વખત મતદાન કરતા મતદારોને જાણવું જરૂરી છે,લોકસભા વિધાનસભાની ચૂંટણીમાં મતદાર કોઈપણ એક ઉમેદવારને મત આપે છે અથવા તો નોટા ને આપે છે,જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચાહે નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા ની વાત કરવામાં આવે તો તેમાં વોર્ડ દીઠ ચાર ઉમેદવારની પેનલ હોય છે. મતદારે ચાર ઉમેદવારોને મત આપવાના હોય છે અથવા તો મહત્તમ ચારને મત આપી રજીસ્ટ્રેશન નું બટન દબાવે તો તે મત માન્ય છે પરંતુ હરીફ ઉમેદવારો માંથી કોઈ એકને કે કોઈ બેને કે ત્રણને અથવા તો ચારને મત આપીને પછી જો નોટાનું બટન દબાવે તો તે મત માન્ય રહેતો નથી. મહત્તમ ચારને અથવા તો ચારથી ઓછાને મત આપી શકો છો. તમે એક પણ ઉમેદવારને મત આપવા નથી ઈચ્છતા તો નોટા નું બટન દબાવી રજીસ્ટ્રેશન નું બટન દબાવવાનું રહે છે. જે અંગે મતદારે તકેદારી રાખવી જરૂરી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)