લોકોને હવામાનની માહિતી સરળતાથી મળી શકે તેવા હેતુથી હવામાન વિભાગની એપ્લીકેશન્સ ઉપલબ્ઘ.

ગુજરાત

‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, ‘મેઘદૂત એગ્રો એપ્લીકેશન’ અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન વગેરેથી આંગળીના ટેરવે શક્ય બની હવામાનની માહિતી.

હાલ ડિજીટલ યુગની સાથે લોકો પણ ડિજીટલ બની રહ્યા છે. પ્રવર્તમાન સમયમાં લગભગ તમામ માહિતી અને કામગીરી આંગળીના ટેરવે શક્ય બની છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હવામાન વિશેની સચોટ માહિતી ત્વરિત મોબાઈલમાં જ ઉપલબ્ધ બની રહે તેવા હેતુથી વિવિધ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે.

વર્ષાઋતુને ધ્યાનમાં રાખી હવામાન વિભાગ દ્વારા ‘મોસમ એપ્લીકેશન’, ‘દામિની એપ્લીકેશન’, ‘મેઘદૂત એગ્રો એપ્લીકેશન’ અને ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ જેવી એપ્લીકેશન તૈયાર કરવામાં આવી છે. IMDની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ આ મોબાઈલ એપ્લીકેશન વરસાદની આગાહી, વીજળીથી બચાવ, ખેતી માટે ઉપયોગી છે.

‘મોસમ એપ્લીકેશન’ મારફતે લોકોને હવામાનની આગાહી, રડાર ફોટોસ વગેરેની માહિતી મેળવી શકે છે. ‘દામિની એપ્લીકેશન’ આકાશમાં તોળાઇ રહેલી આપતિ વીજળી વિશે અગાઉથી માહિતી મેળવવામાં મદદ કરે છે. ‘મેઘદૂત એગ્રો એપ્લીકેશન’ મારફતે ખેડુતોને હવામાનની માહિતી આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપુર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ મળી રહે છે. ‘પબ્લિક ઓબ્ઝર્વેશન એપ્લીકેશન’ મારફતે યુઝર્સ પોતાનો અભિપ્રાય શેર કરી શકે છે. ખેડૂતો સહિત તમામ નાગરીકોને આ એપ્લીકેશનની મદદથી વરસાદ, વાવાઝોડું, બચાવ વગેરે અંગેની માહિતી તેમના ખીસામાં જ મળી રહેશે. જ્યારે પણ લોકો ઈચ્છે ત્યારે પ્રવર્તમાન હવામાનની માહિતી સરળતાથી મેળવી શકશે.

અહેવાલ :- ગુજરાત બ્યુરો