લ્યો બોલો : પાણીય ટીપુંય નથી મળ્યું ,કેનાલ તૂટેલી હાલતમાં સૂકી ભઠ્ઠ પડી છે છતાંય નર્મદા નિગમે મંડળીને ૧,૪૨,૮૪૪નું બિલ ભરવા નોટિસ મોકલી

નર્મદા નિગમ કચેરીમાં બેસાત અધિકારીઓ કેવા પ્રકારનો વહીવટ અને કામગીરી કરી રહ્યા છે તેનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે જેમાં જે કેનાલ 2011માં બન્યા બાદ 2015-17 પુરની સ્થિતિમાં તૂટી ગયેલી હાલતમાં છે તેમ છતાં મંડળીને એક લાખથી વધુનું સિંચાઈ માંગણા બિલના ભરપાઈ માટે નોટિસ આપવામા આવી છે.

નર્મદા નિગમ કચેરી થરાદ દ્વારા ગણેશભાઈ નાથાભાઈ તેમજ રાજપુત ભુવાજી ખેંગારજી નર્મદા પિયત સહકારી મંડળી લી. તાલુકા વાવ થરાદને એક લાખ બેતાલીસ હજાર આઠસો ચુમ્માલીસનુ સિંચાઈ વસુલાતનુ નાણાં બિલનુ ચુકવણું કરવા નોટિસ આપી છે.

નોટિસમાં જણાવ્યા મુજબ નર્મદા નિગમ દ્વારા રવિ સિઝન 2023-24 સિંચાઈ વસુલાતનુ નાણાં બિલનુ ચુકવણું કરવા તેમજ ખરીફ સિઝન 2024ના માંગણાપત્રક મોકલી આપવા માટે નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં કચેરી દ્વારા ઢીમાં શાખાની ઈઢાટા વિશાખામાંથી નીકળતી જમડા માઇનોર કેનાલ મંડળી હસ્તકના વિસ્તારમાં હાલની રવિ સિઝન 2023- 24 માટે કચેરી દ્વારા સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવેલ હોઈ સરદાર સરોવર નર્મદા નિગમ લી. તેમજ આપના દ્વારા કરવામાં આવેલા કરાર મુજબ 2023-24 અંતિત પિયાવાનુ બિલ 1,42,844 રૂપિયા તારીખ ૩૦ જૂન ૨૦૨૪ સુધીમાં નિગમ કચેરીએ ભરી જવા જણાવાયું છે. તેમજ જો આપની મંડળી દ્વારા તારીખ ૩૦ જૂન ૨૦૨૪ સુધીમાં પિયાવાની રકમ ભરવામાં નહી આવે તો ૧૫ % કેશ વળતર મળવાપાત્ર થશે નહી. સાથે ખરીફ સિઝન -૨૦૨૪ દરમિયાન આપની મંડળીને પાણીની જરૂરીયાત મુજબ પાણી આપવામાં આવે માટે પાંચ દિન સુધીમાં અત્રેની કચેરી ખાતે માંગણાપત્રક જમા કરાવવા જેથી આપની જરૂરિયાત મુજબના પાણીના જથ્થાનું આયોજન કરી શકાય તેમજ વિભાગીય કચેરી દ્વારા મંજૂર કરેલ વારાબંધી પ્રમાણે પાણી આપી શકાય જેથી સત્વરે માંગણાપત્રક અત્રેની કચેરીએ જમા કરાવવા વિનંતી છે. આ. પ્રકારની નોટિસ ખેડૂતના નામે મંડળીને મળતા ખેડૂતો પણ ચોંકી ઉઠ્યા હતા જમડાના ખેડૂત રાજપૂત દશરથભાઈ કહ્યું કે આ કેનાલ વર્ષ 2011 બન્યા બાદ પાણી આપવામાં આવ્યું નથી તેમજ હાલમાં વર્ષ 2015 અને 2017માં આવેલા પુરના કારણે કેનાલ તૂટી ગયેલી હાલતમાં છે જેમાં પાણી આવી શકે તેવી સ્થિતમાં જ નથી છતાં નર્મદા નિગમ કચેરીમાં જાણે અંધેર વહીવટ ચાલતો હોય તેનો ઉત્તમ નમૂનો દર્શવાતા અધિકારીઓએ રવિ સિઝનમાં સિંચાઈ કરવા આપેલ પાણીનું માંગણા બિલ મંડળીના નામે મોકલવામાં આવ્યું છે.

અહેવાલ :- ગૂજરાત બ્યુરો