જૂનાગઢ જિલ્લામાં ટેલેન્ટ પુલ નિર્માણ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં રૂ.૨૫ લાખની સહાય ચૂકવાઇ
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં શિક્ષણ આપવાનો છે
ધો.૫ તથા ધો.૧૦ માં પ્રથમ કે બીજા વર્ગમાં પાસ થનાર વિધાર્થીઓની પ્રવેશ પરીક્ષા લઇ મેરીટના આધારે પ્રવેશ મળે છે
જૂનાગઢ,તા. ૭ વંચિતોના વિકાસ મહામંત્રને સાર્થક કરતી યોજના એટલે ટેલેન્ટ પુલ નિર્માણ યોજના. આ યોજના અન્વયે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં રૂ.૨૫ લાખની સહાય સરકાર દ્વારા સહાય ચૂકવવામાં આવી છે.
અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે અનેક નિર્ણયો તેમજ યોજનાઓના અમલ થકી આ જાતિના યુવાનો ડોક્ટર, એન્જિનિયર, પાયલોટ બનવાના સપનાઓ સાકાર કરી રહ્યા છે.ટેલેન્ટ પુલ નિર્માણ યોજનાનું મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં શિક્ષણ આપવાનું છે.જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં ૩ વિધાર્થીઓ આ યોજનાનો લાભ લઈ રહયા છે.
અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાના આવાસીય વિદ્યાલયમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ મળે તે માટે રાજ્ય સરકાર શ્રી દ્વારા ટેલેન્ટ પુલનું નિર્માણ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થી દીઠ રૂ. ૪૦ હજાર ની સહાય ચુકવવામાં આવે છે.
આ યોજના અન્વયે મુખ્ય ઉદ્દેશઅનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે ટેલેન્ટ પુલ નિર્માણ યોજનાનો ઉદ્દેશ ઓછામાં ઓછા ૩૩૦ મેઘાવી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ઉત્તમ કક્ષાનું શિક્ષણ તેમજ સુવિધાઓ મળે અને ઉત્તમ કક્ષાની નામાંકિત શાળાઓમાં પ્રવેશ અપાવવીને અન્ય સમાજની હરોળમાં બરોબરી કરી શકે અને તેઓ પુરા આત્મવિશ્વાસથી ઊભા રહી શકે તે માટે કાર્યરત કરવામાં આવી છે.
આ યોજના માટે આવક મર્યાદા વાર્ષિક આવક રૂ.૨,૦૦,૦૦૦ સુધીની હોય તેમના બાળકોને આ યોજનાનો લાભ રૂપે રૂ. ૪૦,૦૦૦ મળવાપાત્ર થશે. તેમજ જેમની આવક રૂ. ૨,૦૦,૦૦ થી રૂ. ૩,૦૦,૦૦૦ સુધીની હોય તેને થનાર ખર્ચના ૫૦ ટકા રકમ પોતે ભોગવવાની રહેશે.
જ્યારે પાત્રતાની વાત કરીએ તો અનુસૂચિત જાતિના ધોરણ ૫ તથા ધોરણ ૧૦ માં પ્રથમ કે બીજા વર્ગમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા ગોઠવીને તેમાં ૬૦ટકા કે તેથી વધુ ગુણ મેળવીને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને ટેલેન્ટ પુલની યોજના હેઠળ પસંદગી હેઠળ પસંદ કરેલી શાળાઓમાં પ્રવેશ આપવાનો રહેશે. તેમજ શાળા સંલગ્ન છાત્રાલયમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
અરજી સમયે ઉમેદવારોએ આવકનો દાખલો, જાતિનો પુરાવો, આધાર કાર્ડ અને શાળા છોડયાનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ