વંથલીના ભાટીયા ગામે સેવાસેતુ, સ્વચ્છતા હી સેવા અને એક પેડ મા કે નામ એમ ત્રિવીધ કાર્યક્રમ યોજાયો.

જૂનાગઢ

રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ તેમજ સરકારી સેવાઓ તેમના નજીકના સ્થળે, તરત પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા આશય સાથે સમગ્ર રાજ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓકટોબર સુધી ૧૦મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમોનો પ્રારંભ થયો છે. આ અનુસંધાને જૂનાયઢ જિલ્લામાં વંથલી તાલુકાના ભાટીયા ગામે આજરોજ સેવા સેતુ કાર્યક્રમ, સ્વચ્છતા રેલી, સ્વચ્છતા શપથ, સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ પખવાડાનો શુભારંભ અને એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સેવા સેતુ કાર્યક્રમમાં સામાન્ય વહિવટ વિભાગ, નાણા વિભાગ, મહેસૂલ વિભાગ, શ્રમ અને રોજગાર વિભાગ જેવા વિવિધ વિભાગોની આધાર કાર્ડનું બેંક એકાઉન્ટ સાથે જોડાણ, જનધન યોજના અન્વયે બેંક એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, મિલકત આકારણીનો ઉતારો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, નોન ક્રિમિલિયર પ્રમાણપત્ર, વિધવા સહાય તેમજ મુખ્યમંત્રીશ્રીની એપ્રેન્ટીસ યોજનાની અરજીઓનો સ્વીકાર વગેરે જેવી કુલ ૫૫ સેવાઓને સમાવી લેવામાં આવી છે.

આ કાર્યક્રમમાં સાવજ જિલ્લા દૂધ સંઘ, જૂનાગઢના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયા, જિલ્લા પંચાયત, જૂનાગઢના ઉપપ્રમુખ શ્રી મુકેશભાઈ કણસાગરા, તાલુકા પંચાયત, વંથલીના ઉપપ્રમુખ શ્રી ગોવિંદભાઈ હુંબલ, તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી રમેશભાઈ ડાંગર, શ્રી તાલુકા પંચાયત, વંથલી સદસ્ય શ્રી રમેશભાઈ નાઘેરા, સ્વામિ વિવેકાનંદ યુવા બોર્ડના જિલ્લા અધ્યક્ષ મેહુલભાઈ જાની, મામલતદાર શ્રી અશોક ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી શ્રી હિતેષ વાઘેલા, તાલુકા યુવા મોરચા પ્રમુખ સંજયભાઈ જાદવ, વિવિધ આગેવાનશ્રીઓ, સરકારશ્રીના વિવિધ ખાતાના અધિકારી/ કર્મચારીશ્રી અને ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામોના સરપંચશ્રીઓ/ ત.ક.મંત્રીશ્રીઓ અને ગ્રામજનો હાજર રહ્યાં હતાં.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)