વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સીરાઝ વાજા પર તલવાર-કુહાડીથી હુમલો, આરોપ ભાજપ પ્રમુખ પર

જૂનાગઢ: વંથલી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સીરાઝ વાજા પર તલવાર અને કુહાડી જેવા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્રણથી ચાર અજાણ્યા શખ્સોએ આ હુમલો કર્યું હોવાની માહિતી મળી રહી છે.

આ મામલે ગંભીર આક્ષેપ કરતાં સીરાઝ વાજાએ જણાવ્યું કે, વંથલી શહેરના ભાજપ પ્રમુખ દિવ્યેશ જેઠવાએ જૂના મનદુઃખના કારણે હુમલો કરાવ્યો છે. તીખા હથિયારો વડે આક્રમણ થતાં તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

ઘાયલ હાલતમાં સીરાઝ વાજાને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

જ્યારે મીડિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વંથલી શહેર ભાજપ પ્રમુખે “મને કોઈ વાતની ખબર નથી” એવી ટકો આપી કેસ સાથે અંતર જાળવ્યો.

હાલ વંથલી પોલીસ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને વધુ તપાસ હાથ ધરી છે. હુમલો શા માટે થયો? પાછળના રાજકીય કારણો કેટલાં ઘાતક છે? તેના તમામ પાસાઓથી તપાસ ચાલી રહી છે.

સંવાદદાતા: જગદીશ યાદવ, જૂનાગઢ