વંથલી નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય પક્ષોના ઉમેદવારો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર :
આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક કરસનદાસ બાપુ એ વંથલીમાં કર્યો લોક સંપર્ક : મતદારોને રિઝવવા રાજકીય પક્ષોના પ્રયાસ,
વંથલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાના ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતાર્યા છે ત્યારે મતદાનને ગણતરીના દિવસો બાકી છે તેવા સમયે વંથલી શહેરના કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ મતદારોને રીઝવવા રહ્યા છો હાથ ધરી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આજરોજ આમ આજની પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં પાર્ટીના સ્ટાર પ્રચારક અને સ્પષ્ટ વક્તા કરસનદાસ બાપુ ભાદરકાએ વંથલી શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યાલય નું ઉદઘાટન કરી મતદારોને રિઝવવા ઉમેદવારોને સાથે રાખી લોક સંપર્ક કર્યો હતો અને મતદારોને આમ આદમી પાર્ટીના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી,
હાલ વંથલી નગરપાલિકાની છ વોર્ડની ચૂંટણી માં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ પત્રિકા વિતરણ સ્લીપ વિતરણ લોક સંપર્ક સહિતની કામગીરી હાથ ધરી મતદારો અને મતદાનની અપીલ કરતાં નજરે પડી રહ્યા છે હાલ તો તમામ પક્ષો પોતપોતાના ઉમેદવારો ના જીતના દાવા પ્રતિ દાવાઓ કરી રહ્યા હોય ત્યારે 16 તારીખે મતદારો કોના પ્રત્યે પ્રેમ દર્શાવે છે અને કોને સત્તા સ્થાને બેસાડે છે એ તો સમય જ બતાવશે.
અહેવાલ : જગદીશ યાદવ (જૂનાગઢ)