પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તો ફરતો આરોપી વંથલી પોલીસે પકડી પાડ્યો
વંથલી પોલીસે મોટી સફળતા મેળવી છે. પ્રોહીબીશનના ગુન્હામાં છેલ્લા ચાર મહિનાથી નાસ્તો ફરતો આરોપી દિનેશભાઈ લખમણભાઈ સિંધવ ભરવાડ, રહે — બંધડા ગામ, તાલુકો વંથલી, હાલપણ બંધડા ગામે રહેતો હોવાનું જાણી ગુપ્ત બાતમીના આધારે વંથલી પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
આ સમગ્ર કાર્યવાહી જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશભાઈ જાજડીયા, જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તથા ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શન હેઠળ ચાલી.
વૃતાંત અનુસાર, વંથલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એ. ચૌધરી અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ વી.કે. રાઠોડ તથા કોન્સ્ટેબલ નિપુણભાઈ સોનારાને ચોક્કસ બાતમી મળી કે બંધડા ગામે રહેનાર આરોપી દિનેશભાઈ હાલ ત્યાં હાજર છે. પોલીસ ત્વરિત રીતે ઘટનાસ્થળે પહોંચી આરોપીની ધરપકડ કરી.
આરોપી વિરૂદ્ધ વંથલી પોલીસ સ્ટેશનમાં ગુ.ર. નં. ૧૧૨૦૩૦૬૮૨૫/૦૧૧૯/૨૦૨૫ અન્વયે પ્રોહીબીશન એક્ટની કલમ ૬૫(ઇ), ૮૧ અને ૯૮(૨) હેઠળ ગુનો દાખલ છે. આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે વંથલી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર આર.એ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પો.હેડ કોન્સ. વી.કે. રાઠોડ, પો.કોન્સ. ભરતસિંહ સીસોદિયા, નિપુણભાઈ સોનારા, મિલનભાઈ વાળા, સંજયભાઈ સીસોદિયા અને જીતેન્દ્રભાઈ કાથડ સહીતનો સ્ટાફ હાજર રહ્યો હતો.
આ ઘટનાથી દારૂ સંબંધિત ગુનાઓની સામે પોલીસના કડક વલણ અને સાજા નેટવર્કની અસરકારક કામગીરી સ્પષ્ટ થાય છે.
🗣️ અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ